Delhi

પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝનો વન-ડેમાં ૩-૦થી વ્હાઈટવોશ કર્યો

નવીદિલ્હી
પાકિસ્તાનની બેટિંગ વખતે મુલતાનમાં ધૂળની આંધીને પગલે મેચ થોડો સમય અટકાવવાની ફરજ પડી હતી અને ડકવર્થ લુઈસ મેથડ હેઠળ ૪૮ ઓવરની મેચ કરાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ૩૭.૨ ઓવરમાં ૨૧૬ રનમાં સમેટાઈ જતા પાક.નો ૫૩ રને શાનદાજ વિજય થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પુરને ૪૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરતા જણાયા હતા અને શાહદાબે ચાર તેમજ નવાઝે બે વિકેટ ઝડપી હતી. વિન્ડિઝના સાતમાં ક્રમના ખેલાડી અકીલ હુસૈને છ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી ૩૭ બોલમાં ૬૦ રન કર્યા હતા.પાકિસ્તાનની ટીમે ત્રીજી વન-ડેમાં પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝની ટીમને ૫૩ રને હરાવતા કેરેબિયન ટીમનો વન-ડે શ્રેણીમાં ૩-૦થી વ્હાઈટ વોશ કર્યો હતો. ત્રીજી વન-ડેમાં શાહદાબ ખાને ઓલ રાઉન્ડ દેખાવ કર્યો હતો. પહેલા બેટ વડે કમાલનું પ્રદર્શન કરતા ૭૮ બોલમાં ૮૬ રન કર્યા હતા અને ત્યારબરાદ ૬૨ રન આપીને ચાર વિકેટ પણ ઝડપી હતી. પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરતા ૪૮ ઓવરમાં નવ વિકેટે ૨૬૯ રન કર્યા હતા.

Sport-pakistan-white-washed-west-indies-3-0-in-odis.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *