Delhi

પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે આપ્યુ રાજીનામુ

નવીદિલ્હી
પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વની કુમારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કુમારે પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસની બહાર રહીને રાષ્ટ્રીય હિતની વધુ સારી સેવા કરી શકે છે. કુમારની બે પેઢીઓ કોંગ્રેસ પાર્ટી સાથે જાેડાયેલી છે. રાજીનામાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે પાર્ટીમાં નેતૃત્વનો અભાવ છે. ભૂતપૂર્વ કાયદા પ્રધાને વધુમાં કહ્યુ કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ગુલામ નબી આઝાદની પ્રતિમાને લગતા તાજેતરના વિવાદોએ તેમને પદ છોડવાનો ર્નિણય લેવા માટે મજબૂર કર્યા. મળતી માહિતી અનુસાર આ ઘટનાઓને કારણે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું મન બનાવ્યુ હતુ. કોંગ્રેસ અધ્યક્ષને લખેલા તેમના પત્રમા કુમારે કહ્યુ કે, “આ બાબત પર વિચાર કર્યા પછી, મેં તારણ કાઢ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ અને મારી ગરિમાને ધ્યાનમાં રાખીને, હું પાર્ટીની બહાર રહીને પણ રાષ્ટ્રીય સમસ્યાઓને ઉકેલવા શ્રેષ્ઠ રીતે સેવા આપીશ” તેમણે વધુમાં કહ્યું, આ રીતે હું ૪૬ વર્ષના લાંબા સમય પછી પાર્ટી છોડી રહ્યો છું. હું આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કલ્પના કરાયેલ ઉદાર લોકશાહીના વચનના આધારે પરિવર્તનશીલ નેતૃત્વના વિચારથી પ્રેરિત જાહેર મુદ્દાઓને સક્રિયપણે આગળ ધપાવવા માટે આતુર છું. મનમોહન સિંહના નેતૃત્વવાળી ેંઁછ સરકારમાં અશ્વિની કુમાર કાયદા મંત્રી હતા. તેઓ ૪૬ વર્ષથી કોંગ્રેસ સાથે જાેડાયેલા હતા. કુમારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે કોંગ્રેસના વર્તનની પણ ટીકા કરી હતી. વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

Former-Union-law-Minister-Ashwani-Kumar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *