Gujarat

સુરતમાં વીએચપીએ પોલીસને સાથે રાખી કપલ બોક્સ પર રેડ કરાવી

સુરત
સુરત શહેરમાં ચાલતા કપલ બોક્સને લઈને સવાલો ઉભા થયા હતાં. હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી. આથી પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી આપવાનું કહેતા જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને સાથે રાખીને પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરવામાં આવી હતી. જેમાં કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સાથે સીસીટીવીનું ડીવીઆર જપ્ત કર્યું હતું. પુણા વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સને લઈ વીએચપી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં ગોરખધંધા ચાલતા હતા. જેથી વીએચપી દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરાવવામાં આવી હતી.કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો સાથે સીસીટીવીનું ડીવીઆર કરવામાં આવ્યું છે. કમલેશ ક્યાડાએ જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે. સુરતમાં ચાલતા તમામ ગેરકાયદેસર કાફે પોલીસ બંધ નહી કરાવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેડ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગતરોજ સુરત શહેરના અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનરને કપલ બોક્સ અને સ્મોકિંગ ઝોન બંધ કરાવવા બાબત રજૂઆત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *