Delhi

ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નવીદિલ્હી
ભગવંત માને પંજાબમાં નવી રાજનીતિ શરૂ કરવાના વચન સાથે પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ ભગવંત માને ભગત સિંહના ગામમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને સંબોધિત પણ કર્યા હતા. ભગવંત માને કહ્યું કે લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તેનું ઋણ હું ચૂકવી શકીશ નહીં. ભગવંત માને ક્રાંતિકારી ભગત સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ હંમેશા વિચારતા હતા કે દેશ આઝાદ થશે, પરંતુ તે કયા હાથમાં જશે. હવે અમે તેમનું સ્વપ્ન સાકાર કરીશું. ભગવંત માને કહ્યું કે અમે પંજાબની શાળાઓ અને હોસ્પિટલોને એવી બનાવીશું કે બહારથી આવતા લોકો અહીંથી સેલ્ફી લઈને જશે. તેમણે કહ્યું કે પહેલા શપથ સમારોહ રાજભવન અથવા સ્ટેડિયમમાં યોજાતા હતા, પરંતુ આજે અમે ભગત સિંહના ગામમાં શપથ લેવાનો ર્નિણય કર્યો છે. ભગવંત માને કહ્યું કે અમારી સરકાર એવા લોકોની પણ છે જેમણે અમને વોટ આપ્યા નથી. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત દિલ્હી સરકારના તમામ મંત્રીઓની હાજરીમાં ભગવંત માને કહ્યું કે આપણે અહંકાર ન કરવો જાેઈએ. અહંકારનું માથું હંમેશા નીચું હોય છે અને તે માત્ર સમયની વાત છે, જે કોઈનો નથી હોતો. ભગવંત માને કહ્યું કે હું અરવિંદ કેજરીવાલનો આભાર માનીશ, જેમણે દેશની રાજનીતિ સુધારવા માટે પાર્ટીની રચના કરી. સંગરુર સીટથી લોકસભા સાંસદ રહી ચુકેલા ભગવંત માન છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં છે અને તે પહેલા તેઓ વ્યવસાયે હાસ્ય કલાકાર હતા. હવે તેઓ સંગરુર જિલ્લાની ધુરી બેઠકથી ધારાસભ્ય બન્યા છે અને સાંસદમાંથી રાજીનામું આપી દીધું છે. લોકોને સંબોધતા ભગવંત માને કહ્યું કે આપણે કોઈપણ પ્રકારના ઘમંડ અને ટકરાવથી બચવું પડશે. આ દરમિયાન પોતાની આગવી શૈલીમાં શેર ટાંકતા ભગવંત માને કહ્યું કે, એવા લોકો રાજ કરે છે જે લોકોના દિલમાં રાજ કરતા હોય, આમ તો કુકડાના માથે પણ તાજ હોય છે. ભગતસિંહના ગામમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જાેકે, ભગવંત માન સિવાય અરવિંદ કેજરીવાલ સહિત અન્ય કોઈ નેતાએ ભાષણ આપ્યું ન હતું.

PM-Modi-CM-Panjab-Bhagvant-Mann.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *