Delhi

ભારતીય ટીમે ટી૨૦ ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડી નાખ્યો

ન્યુદિલ્હી,
ભારતે ટી૨૦ શ્રેણી માં શ્રીલંકા ને હરાવ્યું છે. તેના સુપડાં સાફ કરી દીધા છે. પરંતુ, તેની અસર બીજા પાડોશી પાકિસ્તાન પર પણ પડી છે. શ્રીલંકાને સફાયા બાદ ભારતીય ટીમે ટી૨૦ ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને આમ કરીને હવે તે આ મામલે નંબર વન ટીમ પણ બની ગઈ છે. હવે તમે વિચારતા જ હશો કે શ્રીલંકાની હારની અસર પાકિસ્તાન પર કેવી રીતે પડી? તો આ જીત સાથે જાેડાયેલો વર્લ્‌ડ રેકોર્ડ છે, જે ટીમ ઈન્ડિયાના નામે છે. ભારતે ધર્મશાળામાં અંતિમ ્‌૨૦ મેચ ૬ વિકેટથી જીતીને આ ઉપલબ્ધી મેળવી હતી. ભારતે છેલ્લી ્‌૨૦માં શ્રીલંકાને ૧૯ બોલ બાકી રહેતા હરાવ્યું હતું. આ સાથે ભારતે ૩ મેચોની ટી-૨૦ સિરીઝમાં ક્લીન સ્વીપ પણ કર્યું હતું. ભારતે રનનો પીછો કરતા શ્રેણીની ૩ માંથી ૨ મેચ જીતી હતી. ધર્મશાળામાં રન ચેઝમાં આ બે જીત સાથે ભારતે પાકિસ્તાનના નામે નોંધાયેલ વર્લ્‌ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. પાકિસ્તાન સાથે સંબંધિત આ વર્લ્‌ડ રેકોર્ડ ્‌૨૦ ઇન્ટરનેશનલમાં રનનો પીછો કરતી વખતે સૌથી વધુ જીત નોંધાવવા સાથે સંબંધિત છે. પાકિસ્તાને લક્ષ્યનો પીછો કરતા ૮૬ મેચમાં ૫૩ જીત મેળવી હતી. ભારતે ધર્મશાળામાં તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે ધર્મશાલામાં રમાયેલી શ્રેણીની છેલ્લી બે મેચ રનનો પીછો કરીને જીતી લીધી હતી. તેણે બીજી ્‌૨૦માં જીત નોંધાવીને પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી. શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી ટી૨૦ જીતીને ભારતે વર્લ્‌ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ ભારતનો ૫૪મો ્‌૨૦ આંતરરાષ્ટ્રીય વિજય હતો, જે તેણે લક્ષ્યનો પીછો કરતી વખતે હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ૭૪ મેચોમાં એટલે કે પાકિસ્તાન કરતા ૧૨ મેચ ઓછી રમીને આ સ્થાન શક્ય બનાવ્યું છે. ભારત અને પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયાએ ્‌૨૦ ઈન્ટરનેશનલમાં લક્ષ્યનો પીછો કરતા સૌથી વધુ જીત હાંસલ કરી છે. તે આ મામલે ત્રીજા નંબર પર છે. તેણે ્‌૨૦ ઇન્ટરનેશનલની ૯૧ મેચોમાં લક્ષ્યનો પીછો કર્યો અને તેમાંથી ૫૧માં જીત મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *