નવીદિલ્હી
ભારતીય રેલવે સાથે સંકળાયેલ ૈંઇઝ્ર્ઝ્રનો શેર ૫૨ સપ્તાહની ટોચેથી ૫૦% કરતા પણ વધુ નીચે ગગડ્યો છે. ત્યારે દરકે રોકાણકારને વિચાર આવે કે, સસ્તા ભાવે મળી રહેલ આ શેરમાં રોકાણ કરવું જાેઈએ કે નહીં? ટૂંકાથી મધ્યમગાળામાં શેરમાં શાનદાર વળતર મળી શકે છે કે નહીં? આવો જાણીએ શું છે એક્સપર્ટ ઓપિનિયન. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનનો શેર ઓક્ટોબર ૨૦૨૧માં ૫૨-સપ્તાહની ટોચ પર પહોંચ્યા પછી સતત ઘટી રહ્યો છે. મ્જીઈ પર એક વર્ષની ટોચ રૂ. ૧,૨૭૮.૬૦થી આજે શેર રૂ. ૬૬૦ સુધી ઘટી ગયો છે. મતલબ કે તેમાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો થયો છે. જાેકે શેરનું ૫૨ સપ્તાહનું તળિયું ૩૪૪.૨૯ રૂપિયા છે. બજારના નિષ્ણાતોના મતે, કોરોના મહામારીની આગામી લહેરના ડરને કારણે ૈંઇઝ્ર્ઝ્રના શેર દબાણ હેઠળ છે. નવા કેસ વધતા ચીને લોકડાઉન લાગુ કર્યું છે. આ સિવાય એનર્જી પ્રાઈસમાં વધારો થવાથી ૈંઇઝ્ર્ઝ્રની કાર્યક્ષમતા નબળી પડવાનું જાેખમ છે. પડતર વધતા આગામી ક્વાર્ટરમાં તેના માર્જિન પર અસર પડી શકે છે. ય્ઝ્રન્ સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલે ૈંઇઝ્ર્ઝ્રના શેરના ભાવમાં ઘટાડાના કારણો વિશે જણાવ્યું કે “ૈંઇઝ્ર્ઝ્રના શેર કોરોના મહામારીની આગામી સંભવિત લહેરને કારણે ઘટી રહ્યાં છે. રોકાણકારો આગામી ત્રિમાસિક ગાળામાં ૈંઇઝ્ર્ઝ્રના બિઝનેસ અંગે નેગેટીવ આઉટલુક ધરાવે છે, કારણ કે તેમને લાગે છે કે ચીનમાં કોરોનાના વધતા કેસ ભારત માટે પણ ખતરાના સંકેત છે. સિવાય ક્રૂડ અને કોલસાના ભાવ ઉંચકાતા ટ્રેનના સંચાલન ખર્ચમાં પણ વધારો થયો છે. આઈઆરસીટીસીને ટ્રેન ઓપરેશનમાં આ વધારાનું નુકસાન સહન કરવું પડી શકે છે.” ય્ઝ્રન્ સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રવિ સિંઘલે કહ્યું કે વર્તમાન સ્તરે ૈંઇઝ્ર્ઝ્ર સ્ટોકમાં નવી ખરીદી ટાળવાની સલાહ છે. તેમના મતે ૈંઇઝ્ર્ઝ્ર સ્ટોકમાં ઘટાડો ટૂંકાગાળામાં હજી પણ ચાલુ રહી શકે છે. જેમની પાસે આ શેર તેમના પોર્ટફોલિયોમાં છે, તેઓ તેને રૂ. ૫૮૮ના સ્ટોપ લોસ સાથે રાખી શકે છે. આ સિવાય જે રોકાણકારો આ સ્ટોક ખરીદવા ઈચ્છુક છે, તેઓ તેને રૂ. ૬૩૦-૬૫૦ના લેવલની આસપાસ પોર્ટફોલિયોમાં સમાવી શકે છે.ભારતીય શેરમાર્કેટમાં છેલ્લા એક સપ્તાહમાં મસમોટો ભૂકંપ આવ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે દલાલ સ્ટ્રીટમાં મંદીનો પવન ફૂંકાયો છે. આ કડાકામાં અનેક દિગ્ગજ કંપનીઓના શેર ધોવાયા છે. આ જ યાદીમાં એક ટ્રેડર હોટ ફેવરિટ અને સરકારી કંપની ટોચના સ્થાને છે.
