Delhi

વિદેશ જનારા માટે બૂસ્ટર ડોઝ ૯ મહિના પહેલા લઈ શકાશે

નવીદિલ્હી
કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે વિદેશ યાત્રા પર જતા લોકોને નિર્ધારિત નવ મહિનાના વેઇટિંગ સમય પહેલા ગંતવ્ય દેશના દિશા-નિર્દેશો અનુસાર પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ ર્નિણયથી વિદેશ જવા ઈચ્છતા અનેક લોકોને ફાયદો થશે. વિદેશ જનારા યાત્રીકો માટે પ્રિકોશન ડોઝ સંબંધી નિયમોમાં છૂટછાડનો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો ર્નિણય વેક્સીનેશન પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહની ભલામણોનો આધાર પર લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્‌વીટ કર્યુ, ‘વિદેશયાત્રા કરનાર ભારતીય નાગરિક અને વિદ્યાર્થી હવે પોતાના ગંતવ્ય દેશના દિશાનિર્દેશન અનુસાર પ્રિકોશન ડોઝ લઈ શકે છે. આ નવી સુવિધા જલદી કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ થશે.’ વેક્સીનેશન પર બનેલા સલાહકાર સમૂહે પાછલા સપ્તાહે ભલામણ કરી હતી કે જે લોકોને વિદેશ યાત્રાએ જવાનું છે, તે નવ મહિનાના ફરજીયાત અંતર પહેલા ગંતવ્ય દેશના નિયમો અનુસાર રસીનો પ્રિકોશન ડોઝ લઈ શકે છે. વર્તમાન જાેગવાઈ પ્રમાણે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો જેણે બીજા ડોઝ લીધાના નવ મહિના થઈ ગયા છે, તે પ્રિકોશન ડોઝ લેવા માટે પાત્ર છે. ભારતમાં ૧૦ એપ્રિલે ખાનગી રસીકરણ કેન્દ્રો પર ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ હતી.

All-Students-Travel-abord-Coronavirus-Vaccine-Booster-Dose.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *