Delhi

શ્રીલંકામાં પેટ્રોલ ૩૩૮ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે

ન્યુદિલ્હી
શ્રીલંકા ૧૯૪૮માં પોતાની આઝાદી બાદ પ્રથમ વખત આટલા મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડારની અછત છે, જેના કારણે તે ખાદ્ય ચીજવસ્તુઓ સાથે ઇંધણની આયાત કરી શકતું નથી, જેના કારણે સ્થાનિક ભાવમાં આટલો ઊંચો ઉછાળો જાેવા મળી રહ્યો છે. ૭ માર્ચથી શ્રીલંકન ચલણમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે. ઈંધણના ભાવ વધારાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે નારાજગી છે અને તેઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોને ઈંધણ અને ગેસ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, ત્યારે તેઓ વીજ સંકટનો પણ સામનો કરી રહ્યા છે.આર્થિક સંકટ અને દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકામાં હવે પેટ્રોલ ૩૩૮ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. શ્રીલંકાની સરકારી તેલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનએ સોમવારે મધરાતથી ૯૨ ઓક્ટેન પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા વધારીને ૩૩૮ રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા કિંમતોમાં વધારો કર્યાના એક દિવસ બાદ, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને પણ ભાવ વધારવાનો ર્નિણય લીધો છે. લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એ છ મહિનામાં પાંચ વખત ભાવ વધાર્યા છે, જ્યારે સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને એક મહિનામાં બીજી વખત કિંમતોમાં વધારો કરવાનો ર્નિણય લીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો અને ડોલર સામે શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનના ર્નિણયને કારણે કંપનીએ દેશમાં ઈંધણના ભાવમાં વધારો કરવાનો ર્નિણય લેવો પડ્યો છે.

Petrol-in-Sri-Lanka-is-Rs-338-per-liter.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *