સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસે ગુમ થયેલા 13 વર્ષના બાળકને માત્ર બે કલાકમાં શોધી કાઢ્યો. પોલીસે નેત્રમ CCTV કંટ્રોલરૂમ અને હ્યુમન સોર્સની મદદથી બાળકને તેના પરિવારને સોંપ્યો.મહેબૂબ રહેમાનભાઈ ભટ્ટીએ સાંજે 7 વાગ્યે પોલીસને જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે તેમનો 13 વર્ષનો પૌત્ર સમીરભાઈ રઝાનભાઈ સાંજે 5 વાગ્યે કોઠારી સ્કૂલેથી છૂટ્યા પછી ઘરે પાછો આવ્યો નહોતો.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. સંગાડાના માર્ગદર્શન હેઠળ ASI સાગરભાઈ ખાંભલા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ કિશોરસિંહે તરત તપાસ શરૂ કરી. તેમને જોરાવરનગર રેલવે સ્ટેશન પર બાળક હોવાની માહિતી મળી હતી.માહિતી મળતા જ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બાળકને શોધી કાઢ્યો. જરૂરી કાર્યવાહી પૂરી કરીને બાળકને તેના વાલીને સોંપવામાં આવ્યો. પોલીસની આ ઝડપી કામગીરીથી પરિવારને ઘણી રાહત મળી.

