નવીદિલ્હી
ક્રિપ્ટો પર ટેક્સ લગાડવાના નિયમોને લઈને કડકાઈ વધારવામાં આવી છે. લોકસભામાં ક્રિપ્ટો ટેક્સને લઈને સંશોધનની મંજુરી આપી દેવામાં આવી છે. સરકારે ફાયનાન્સ બિલ ૨૦૨૨ને મંજુરી આપી દીધી છે. મંજુરી સાથે ૧ એપ્રિલથી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફાયનાન્સ બિલમાં સુધારા દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોનાં ફેરફાર પછીનાં લાભો અન્ય ડિજિટલ એસેટમાં નુક્સાન દ્વારા સરભર કરી શકાતા નથી. એટલે કે સ્પષ્ટ છે કે જાે તમને કોઈ ડિજિટલ સંપતિમાં ફાયદો થયો છે તો તમારે હવે ટેક્સ ચુકવવો પડશે. વિધેયકની કલમ ૧૧૫ મ્મ્ૐ વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો સાથે વ્યવહાર કરે છે, કલમ ૨હ્વ મુજબ, કોઈપણ ક્રિપ્ટો એસેટના વેપારથી થતા નુકસાનને આઈટી એક્ટની ‘કોઈપણ અન્ય જાેગવાઈ’માંથી મેળવેલી આવક સામે બંધ કરવામાં આવશે નહીં. સુધારામાં ‘અન્ય’ શબ્દની બાદબાકી કરવામાં આવી છે. એટલે કે હવે કોઈપણ જાેગવાઈથી મળેલી આવકમાંથી નુકસાનની ભરપાઈ કરવી શક્ય નથી. આ સુધારા પછી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ક્રિપ્ટોની ખોટ કે અન્ય જાેગવાઈઓ કોઈપણ અન્ય ક્રિપ્ટોની કમાણી સાથે મિશ્ર કરી શકાશે નહીં. રોકાણકારે નુક્શાન સહન કરવું પડશે જ્યારે કે નફા પર ટેક્સ પણ ચુકવવો પડશે. ફાયનાન્સ બિલ પ્રમાણે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ કોડ નંબર અથવા ટોકન હોઈ શકે છે કે જે ઈલેકટ્રોનિક રીતે ટ્રાન્સફર અથવા ટ્રેડ થઈ શકે છે. આમા ક્રિપ્ટો કરન્સી અને દ્ગહ્લ્નો પણ સમાવેશ થાય છે. બજેટમાં ક્રિપ્ટો પર ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ વર્ગીકરણ પ્રમાણે તેને લોટરીની જેમ જ ગણવામાં આવે છે. જાહેરતા અનુસાર તમામ વર્ચ્યુઅલ ડિજિટલ અસ્ક્યામતો અથવા ક્રિપ્ટો અસ્ક્યામત પર નફો થવાની સ્થિતિમાં ૩૦% ટેક્સ લાગશે, ફેરફાર પછી નુક્શાનનાં કિસ્સામાં રોકાણકાર તેને અન્ય કોઈ આવકમાં દર્શાવી નહી શકે. આ સિવાય ક્રિપ્ટો કરન્સી પર એક ટકો ્ડ્ઢજી પણ લાગશે. કરવેરા નિયમો ૧ એપ્રિલથી અમલમાં આવશે.


