Delhi

હિમાચલના પરવાણુંમાં કેબલ કાર ટ્રોલીમાં ૧૧ મુસાફરો ફસાયા

ન્યુદિલ્હી
હિમાચલ પ્રદેશમાં પરવાણું ટિમ્બર ટ્રેલ પર પ્રવાસીઓ સાથેની કેબલ કાર ટ્રોલી હવામાં ફસાઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પરવાણુંના ડ્ઢજીઁ પ્રણવ ચૌહાણના જણાવ્યાં મૂજબ કેબલ કાર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા દોઢ કલાકથી કેબલ કારની ટ્રોલીમાં બે સિનિયર સિટીઝન અને ચાર મહિલાઓ સહિત ૧૧ લોકો ફસાયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. જુઓ હવામાં લટકી રહેલી કેબલ કાર ટ્રોલીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુનો આ વિડીયો ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ કેબલ કર ટ્રોલી ફસાઈ હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યારે બે-ત્રણ દિવસ હવામાં જ લટકી રહેલા પેસેન્જરોમાંથી એક પેસેન્જરે કાર ટ્રોલીમાંથી છલાંગ લગાવી હતી.

Cable-car-trolley-with-tourists-stuck-in-the-air-on-the-timber-trail.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *