અંકલેશ્વરના ખરોડ ખાતે સન ફાર્મા લેબોરેટરીઝ લિમિટેડ કંપનીની સીએસાર પ્રવૃત્તિ હેઠળ પ્રોજક્ટના અમલીકરણ સંસ્થા વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી આસિસ્ટન્ટ બ્યૂટી થેરાપિસ્ટ તાલીમ વર્ગનો ઉદ્ઘાટન કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા બહેનો આત્મનિર્ભર બની ઘેર બેઠા રોજી- રોટી મેળવી શકે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે 8મી ઓક્ટોબરના રોજ નામાંકિત કંપની સન ફાર્મા લેબોરેટરીઝ લિમિટેડ દ્વારા તેમના CSR પ્રવૃત્તિ હેઠળ સ્વાવલંબન,સશક્તી કરણથી સમૃદ્ધિ આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ ટ્રેનીંગ વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં ખરોડ, ભાદી અને બાકરોલ ગામની 35 જેટલી બહેનો બ્યુટી પાર્લરની તાલીમ લઈ આત્મનિર્ભર બનવા તરફ જઈ રહી છે. આ બહેનોને તેમની તાલીમ પૂર્ણ કર્યા બાદ બ્યૂટી પાર્લરની પૂરી કીટ પણ આપવામાં આવનાર છે. આ પ્રોજક્ટની અમલીકરણ સંસ્થા વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે.
પ્રોજક્ટ્ ઉદ્દઘાટન સમારોહમાં પ્લાન્ટ હેડ સ્નેહલ શાહ, એચ.આર.હેડ બલજીત શાહ, સી.એસ.આર. હેડ સેજાદ બેલીમ, સી.આર હેડ રવી ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ તાલીમાર્થી બહેનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પડ્યું હતું. જ્યારે વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ કિંજલબા ચૌહાણ તેમજ વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, બાકરોલ ગામના સરપંચ અંકિત પટેલ, ખરોડ ગામના ડેપ્યુટી સરપંચ ઈમરાન લહેરી, ભાદી ગામના જુનેદભાઈ હાજર રહ્યાં હતાં.


