અંકલેશ્વર
આજકાલ કોઈને કામ કરવું નથી શોર્ટકટથી પૈસા મેળવી અમીર થવું છે કે પોતાનાના મોજ શોખ પુરા કરવા છે અને તેને લીધે લોકો ચોરીના રવાડે ચડે છે અને પોતાની જરૂરિયાચ પ્રમાણે ચોરી કરી અને પૈસા મેળવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર વિસ્તારમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક ચોરીની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે અંકલેશ્વર જલધારા ચોકડી પર આવેલ મૌર્ય રેસિડેન્સી ખાતે રહેતા ૩૦ વર્ષીય યુવાન સ્વપ્નીલ વાઘ ધરે થી નીકળી કંપની ના કામ અર્થે બેન્ક માં ગયા હતા જ્યાં કામ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા. અને જીઆઇડીસી જીઆઇએલ ચોકડી પર આવેલ શાકમાર્કેટ પાસે ગાડી પાર્ક કરી નજીક માંથી ફ્રૂટ ખરીદી તેવો સામે માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા ગયા હતા. દરમિયાન કિમીયાગર એ તેમની કાર ના પાછળ ના દરવાજા બાજુ માં આવેલ ક્વાર્ટર કાચ તોડી અંદર પાછળ સીટ પર રહેલ લેધર બેગ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. એ પૂર્વે ગાડી અને એક ટાયર નું પંક્ચર પણ કરી દીધું હતું. અને જે બેગમા એચ.પી કંપની લેપટોપ તેમજ કંપની ના અગત્યના દસ્તાવેજાે અને સિક્યુરિટી ચેક હતા જે બેગ સાથે ચોરી થઇ જવા પામ્યા હતા. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે આજુબાજુ તપાસ કરતા નજીક ના સીસીટીવી માં ઘટના કેદ થઇ જવા પામી હતી. જેમાં એક યુવક કાર પાસે પહેલા ઉભો રહી નીકળ્યો હતો અને થોડી વાર બાદ પુનઃ કાર પાસે આવી બેગ સેરવી નીકળી જતા કેદ થયો હતો. જે આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના સ્કેચ તૈયાર કરી લેપટોપ બેગ અને અગત્યના દસ્તાવેજાે ચોરી કરનાર કીમિયાગર ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


