અંકલેશ્વર પાલિકા સંચાલિત મુખ્ય શાળા 1ના 70મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર 1 શાળાના 69 વર્ષ પૂર્ણ કરી 70મા વર્ષમાં પ્રવેશ સાથે શાળાનો 70મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ કિંજલબા ચૌહાણ ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ તેમજ શાસનાધિકારી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ શાળા જોડેના જૂના સંસ્મરણો યાદ કરી ભાવુક બન્યા હતા.

