ગિરગઢડા
ભરત ગંગદેવ
અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હી સંગઠન કોળી સમાજ નું એકમાત્ર રાષ્ટ્રીય સંગઠન છે અને ૧૮ થી વધુ રાજ્યોમાં આ સંગઠન હાલમાં કાર્યરત છે. આ સંગઠનનાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં થોડા સમય પહેલાં જ સુરત ખાતે સુવર્ણ વર્ષ ની ઉજવણી કરવા માં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દ્વારા વિડિયો કોન્ફરન્સ નાં માધ્યમથી ઉદબોધન આપેલ હતું. હાલમાં અખિલ ભારતીય યુવા કોળી સમાજ નાં પ્રદેશ પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ ચાવડા ની વરણી કરવામાં આવી હતી. તેમણે પ્રદેશ કારોબારી ની રચના કરી હતી ત્યારે આ નવનિયુક્ત હોદેદારો ની પ્રથમ કારોબારી બેઠક આગામી ૩૦ જુલાઈ ને શનિવાર નાં રોજ ભાવનગર ખાતે મળી રહી છે. જેમાં રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ, પ્રદેશ યુવા અધ્યક્ષ તથા પ્રદેશ નાં યુવા હોદેદારો, જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે અને કોળી સમાજના સંગઠન ને વધુમાં વધુ મજબૂત બનાવવા તથા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તેનાં માટે ચર્ચા કરવામાં આવશે તેમજ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજ નું પ્રતિનિધિત્વ વધે અને સમાજના શિક્ષિત અને યુવા નેતાઓને વધુ તક મળે તે માટે પણ ચર્ચા કરવામાં આવશે અને તમામ રાજકીય પક્ષો પાસે માંગણી મુકવામાં આવશે. જ્યારે ૩૧ જુલાઈ ને રવિવાર નાં બપોરે ૨:૩૦ વાગે અખિલ ભારતીય કોળી સમાજ નું ખુલ્લું અધિવેશન ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા,ભાવનગર યોજાશે.જેમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઈ પટેલ, સાંસદ ભારતીબેન શિયાળ, રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા, ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ રૂત્વિકભાઈ મકવાણા સહિત નાં કોળી સમાજ નાં હોદેદારો અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સમાજના વિવિધ મુદ્દે ચિંતન કરવામાં આવશે તેવું અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મિડિયા યુવા કન્વીનર અજય શિયાળ ની યાદી માં જણાવ્યું હતું.

