Gujarat

અનોપ મહારાજ મંદિર ન તોડવા ગ્રામજનોની તંત્રને વિનંતી

પાલનપુર
ડીસા તાલુકાના ભોયણ ગામે સરકારી પડતર સર્વે નંબર વાળી જમીનમા, ઝૂંપડ પટ્ટી આવેલી જે જમીન સરકારી પડતર હોઈ પ્રાંત સાહેબની સૂચના મુજબ ભોયણ મુકામેં બિન અધિકૃત રીતે સરકારી પડતર જમીનમાં જે ઝૂંપડ પટ્ટી બનાવેલી જે ટીમ દ્વારા આજરોજ ભોયણ ગામે દબાણ હટાવાનાની કામગીરી ચાલુ છે. આ ઝૂંપડપટ્ટી છે જે સરકારી પડતર જમીનમાં આવેલી છે એમના માટે એમને સરકાર પાસે કોઈ મંજૂરી મેળવેલી નથી. સરકારની સૂચના મુજબ તમામે તમામ પ્રકારનું દબાણ દૂર કરવાની કામગીરી ચાલું છે.ડીસા તાલુકાના ભોયાણ ગામે સરકારી પડતર સર્વે નંબર વાળી જમીન પર ઝૂંપડપટ્ટી આવેલી છે. જે જમીન સરકારી પડતર હોવાના કારણે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી ટીમ દ્વારા આજરોજ તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ઝુપડીમાં અનુપ સ્વામી મહારાજનું સ્થાન બનાવવામાં આવ્યું છે. જે ન તોડવા ગ્રામજનોની માંગ છે. જાેકે, હાલમાં પોલીસ પ્રોટેક્સન સાથે આ દબાણો હટાવવાની કામગીરી ચાલું છે. ઝૂંપડપટ્ટી વાળી જમીનનો કબ્જાે આપવા માટે અને તૈયાર છીએ પણ એમાં જે અનુપ સ્વામી મહારાજનું મંદિર છે એ ન તોડવામાં આવે. આ મંદિર હજારો લોકોની આસ્થાનું પ્રતિક છે. જાે એ તોડાશે તો આવનારા સમયમાં મોટું આંદોલન થશે. જેથી અમારી સરકારને વિનંતી છે કે, આ મંદિર તોડવામાં ન આવે.

Villagers-request-not-to-demolish-Anop-Maharaj-temple.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *