Gujarat

  અપૂરતા અને અનિયમિત વીજપુરવઠા ને લઈ ઉભો પાક સુકાઈ રહ્યો હોવાને લઈ રાઠ વિસ્તારના આદિવાસી ખેડૂતોએ મોટી સંખ્યામાં વીજ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો, અને આવેદન પત્ર પાઠવ્યુ છે,

 મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારોમાં અપૂરતો અને અનિયમિત મળતા વીજ પુરવઠાને લઈ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રાઠ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે MGVCL કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ ઇજનેરને આવેદન પાઠવી રજુઆત કરી હતી, રાઠવિસ્તારના આદિવાસી ખેડૂતોનો આરોપ છે કે હાલ ચોમાસુ પાક તૈયાર થવા આવ્યો છે જેને છેલ્લા પાણીની જરૂર છે, એકતરફ લાંબા સમયથી વરસાદ પણ હાથ તાળી આપી રહ્યો છે બીજી તરફ ઉભા પાકને બચાવવા પાણીની તાતી જરૂરિયાત છે પણ વીજ પુરવઠો ન મળવાને કારણે ઉભો પાક સુકાઈ જાય તો આખી ચોમાસુ ખેતી નિષ્ફળ જાય તેવી ભીતિ ને લઈ ખેડૂતો ચિંતામાં છે,40 જેટલા ગામડાઓ વચ્ચે માત્ર બે  હેલ્પર હોવાને લઇ મેન્ટેનન્સ પણ થતું ન હોવાથી ખેડૂતો MGVCL ની બેદરકારીનો ભોગ બની રહયા છે, સાથે BPL ધારકોના વીજ કનેક્શન મંજુર થયે  ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં હજુસુધી વીજ કનેક્શન આપવામાં નથી આવ્યા અને પોતાનો પાક બચાવવા ખેડૂતો ઘરના સિંગલ ફેજ ઉપર નાની મોટર ચલાવવા મજબુર છે , ત્યારે આવા ખેડૂતો સામે વીજ કંપની તરફથી વિજિલન્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેવામાં ખેડૂતો જાય તો ક્યાં જાય… વીજ કચેરીએ કાર્યપાલક ઇજનેરની ગાડી આવતા ખેડૂતોએ ગાડીનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆતો કરી હતી, ઈજનેર દ્વારા બે દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે, જોકે ખેડૂતોએ જો બે દિવસમાં નિરાકરણ નહિ લવાય તો ઉગ્ર પ્રતિક્રિયાના ભાગ રૂપે ખેડૂતોના ખેતરોમાં નાખેલા વીજ કંપનીના થાંભલા ઉખાડી ફેંકવાની ચીમકી ઉચ્ચારી છે અને ખેડૂતોને વીજ ચોરી કરવા મજબુર બનવું પડે અને આવા મજબુર ખેડૂત સામે કાર્યવાહી કરવા જો વિજિલન્સની ટીમ આવશે તો ઘર્ષણ સર્જાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220928-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *