Gujarat

અમદાવાદના ઝૂંપડપટ્ટીવાસીઓને વીસ વર્ષ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા  

અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.
: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વષઁ મા પહેલી વાર નવા બારકોડ રેશનકાડઁ બનાવી આપવામા આવ્યા.
અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડાઁ. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમથઁન મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાડઁ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માચઁ ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.
આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાડઁ ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.

IMG-20220324-WA0056-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *