Gujarat

અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન

અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપનાં ઘર-ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ ૨૫ જેટલાં અલગ-અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ૨૦ જેટલા લોકર સીલ કરીને ૧ કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી. આ સર્ચ ઓપરેશનમાં ઈન્કમટેક્સ વિભાગના ૫૦ જેટલા ઓફિસર જાેડાયેલા હતાં. આ પહેલાં ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં ૨૨ સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ૨૦ જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે ૧ કરોડની રોકડ અને ૧ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળ્યા હતા.બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને ૨૨ જગ્યાએ દરોડા પાડ્યા હતા. પહેલી વખત દરોડાની કાર્યવાહીમાં પોલીસની મદદ વગર ૧૦૦થી વધુ અધિકારી જાેડાયા હતા.અમદાવાદમાં તમાકુ ઉત્પાદક બાગબાન ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. કંપનીના માલિક-ભાગીદારોની ઓફિસ-રહેઠાણ સહિત ૩૧ સ્થળોએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સિંધુ ભવન રોડ પરની ઓફિસ ઉપરાંત તેમનાં નિવાસસ્થાનો પર સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. ૧૦૦થી વધુ અધિકારીઓનો કાફલો જુદાં-જુદાં ૩૧ સ્થળોએ ત્રાટકયો છે વહેલી સવારથી મોટા પાયે તપાસ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ ઉપરાંત અમદાવાદ-વડોદરાથી પણ અધિકારીઓના કાફલાને તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. બાગવાન ગ્રુપ જર્દા ઉત્પાદન ઉપરાંત કન્સ્ટ્રક્શન, પેકેજીંગ તથા એફએમસીજીનાં વ્યવસાયમાં પણ સામેલ છે. આવકવેરાની આ દરોડા કાર્યવાહીમાં કરોડો રુપિયાની કરચોરી તથા બિનહિસાબી નાણાંકીય વ્યવહારો તથા મિલ્કતોનો પર્દાફાશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાગબાન ગ્રુપ સાથે કનેકશન ધરાવતા વેપારીઓ પણ ફફડ્યા છે. આવતા દિવસોમાં રાજ્યમાં વધુ દરોડા ઓપરેશન થવાની પણ આશંકા વ્યક્ત થઇ રહી છે. તમાકુનું ઉત્પાદન કરતી બાગબાન ગ્રુપ કંપનીએ રિયલ એસ્ટેટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો દરોડા દરમિયાન બહાર આવી છે. બેનામી મિલકતો વસાવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દરોડા દરમિયાન સો કરોડના બિનહિસાબી નાણાકીય વ્યવહારો પકડાયા છે. એટલું જ નહીં રોકડ રકમ અને જવેરાત પણ મોટી માત્રામાં પકડાયું છે જેનું વેલ્યુએશન ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *