Gujarat

અમદાવાદમાં હિજાબના સમર્થન કેમ્પેઈન પહેલાં જ પોલીસે ૨૦૦ લોકોની અટકાયત કરી

અમદાવાદ
અમદાવાદમાં એઆઈએમઆઈએમનાના કાર્યકરો હિજાબના સમર્થનમાં ભેગા થઈને સહી ઝૂંબેશ કરવાના હતાં. આ ઝૂંબેશ શરૂ થાય તે પહેલાં જ પોલીસે અટકાવી દીધી હતી. એઆઈએમઆઈએમના કાર્યકરોએ જણાવ્યું હતું કે, સવારથી જ પોલીસે ઝૂંબેશમાં જાેડાનારા કાર્યકરોની અટકાયત કરીને અલગ અલગ જગ્યાએ રાખ્યાં છે. આ અંગે રખિયાલના શહબાઝખાને જણાવ્યું હતું કે, અમને રખિયાલ વિસ્તારની ઓફિસેથી ડિટેઈન કરીને પોલીસ લઈ ગઈ હતી. હાલ અમે રખીયાલ પોલીસ સ્ટેશનમાં છીએ. સુરતમાં પણ હિજાબને સમર્થન અંગેની રેલી નીકળી હોવાનો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં આયોજકના નામ વિનાની પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં એક પોસ્ટમાં રેલી નીકળશે અને બીજી પોસ્ટમાં અફવા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ મુદ્દે અઠવાલાઈન્સ પોલીસે એઆઈએમઆઈએમના સુરત પ્રમુખ વસીમ કુરેશીની અટકાયત કરી હતી. બીજી તરફ એઆઈએમઆઈએમ સુરત મહિલા પ્રમુખ નઝમા ખાનની પણ અટકાયત કરવામાં આવી હતી.હિજાબ પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટીના દબાણથી અમદાવાદ પોલીસ દ્વારા કોંગ્રેસના અમદાવાદ માયનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ એડવોકેટ અતીક સૈયદ અને યુવા નેતા સફફાન રાધનપુરી જમાલપુર ખાડિયા વિધાનસભા પ્રમુખની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવી હતી.હિજાબનો વિવાદ ધીરે ધીરે સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો છે. સુરતમાં પણ હિજાબની રેલીને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે અમદાવાદમાં પણ હિજાબના આંદોલનની આગ પ્રસરે નહીં તે પહેલાં જ પોલીસે ૨૦૦થી વધુ લોકોની અટકાયત કરી છે. એઆઈએમઆઈએમના અસદુદ્દિન ઓવૈસીના સમર્થકો શહેરમાં સિગ્નેચર કેમ્પેઈન કરવાના હતાં તે પહેલાં જ ૨૦૦થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. અટકાયત કરવામાં આવેલ તમામ લોકોને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *