Gujarat

અમદાવાદ મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના ઉદ્વઘાટન માટે ફી ૧૦૦, વિવાદની બીકે કરી રદ

અમદાવાદ
મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૯ સપ્ટેમ્બરે ૩૬મી નેશનલ ગેમ્સનો ભવ્ય ઉદ્વઘાટન સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાવાનો છે. આ ઉદ્વઘાટન કાર્યક્રમમાં પ્રવેશ માટે રૂ.૧૦૦ ફી રાખવામાં આવી હતી. આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. મેસેજને પગલે કોર્પોરેશનની બસમાં જવા ઈચ્છતા લોકોમાં ગૂંચવાડો સર્જાયો હતો. જાે કે, ટિકિટના દરને લઇને વિવાદ શરૂ થાય તે પહેલાં જ રૂ.૧૦૦ ફી લેવાનો ર્નિણય રદ કરાયો હતો. અમદાવાદીઓને નેશનલ ગેમ્સમાં રસ છેકે નહીં? તે જાણવાના ભાગરૂપે શરૂઆતમાં ખાનગી કંપની સાથે કરાર કરી પ્રવેશ ટિકિટ માટે રૂપિયા ૧૦૦ ફી રાખી હતી. ગણતરીની ટિકિટ જ રાખવામાં આવી હતી. અમદાવાદ સહિત ગુજરાતમાંથી એક લાખ લોકો આવવાનો અંદાજ છે. લોકો સરળતાથી સ્ટેડિયમ જઈ શકે તે માટે મ્યુનિ.એ ૮૦૦ બસની વ્યવસ્થા કરી છે. કોર્પોરેશને મફત પ્રવેશની જાહેરાત કરી રજિસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યું છે. રજિસ્ટ્રેશનના આધારે લોકોને લાવવા લઈ જવામાં સરળતા રહેશે. રજિસ્ટ્રેશનમાં લોકોએ નામ, મોબાઈલ નંબર, રહેણાક સરનામું લખવાનું રહેશે. રજિસ્ટ્રેશનના આધારે બસો મૂકવામાં આવશે. જેથી લોકોને સ્ટેડિયમ પહોંચવામાં અને ઘરે પરત આવવામાં વાહનવ્યવસ્થા સરળતાથી મળી રહે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *