Gujarat

અમરેલીના બે ગામોમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા

અમરેલી
અમરેલી જિલ્લામાં ગામેગામ બોગસ તબીબની હાટડીઓ જાેવા મળે છે ત્યારે રાજુલા તાલુકાના ખેરા ગામે એલોપેથી સારવારને લઇને કોઇ જ ડીગ્રી ન હોવા છતાં એક શખ્સ કલીનીક ચલાવતો હોવાની જાણકારી મળતા રાજુલા તાલુકા હેલ્થ ઓફીસર અને તેની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. તંત્રને જાેઇ આ શખ્સ પોતાનું કલીનીક બંધ કરી તાબડતોબ નીકળી ગયો હતો. આ શખ્સને આરોગ્ય તંત્રએ નોટીસ ફટકારી હતી. જેને પગલે તેણે હવેથી કલીનીક નહી ખોલવાની ખાતરી આપી હતી. આવી જ રીતે ચાંચ ગામમાં પણ એક શખ્સ કોઇ પણ પ્રકારની ડીગ્રી વગર ઓમ કલીનીકના નામે દવાખાનુ ખોલીને બેસી ગયો હતો.તેની પાસે પહોંચી તંત્રએ ડીગ્રી માંગતા તેની પાસે મેડીકલ કાઉન્સીલને લગતી કોઇ ડીગ્રી, પ્રમાણપત્ર કે સર્ટીફીકેટ ન હોવાનું બહાર આવ્યુ હતું. જેને પગલે પ્રતાપ બીજલ નામના આ શખ્સને પણ તંત્રએ નોટીસ ફટકારી હતી અને તાત્કાલીક તેનુ કલીનીક બંધ કરી દેવા જણાવ્યુ હતુ. જાે કે બાદમાં તેણે પણ પોતાનુ કલીનીક બંધ કરી દેવા ખાતરી આપી હતી. આ શખ્સ પાસેથી એલોપેથી દવાઓ પણ કબજે લેવામાં આવી હતી. આ વિસ્તારના લગભગ તમામ ગામોમાં આ રીતે ડીગ્રી વગરના તબીબો પ્રેકટીસ કરી રહ્યા છે. અને ગ્રામીણ પ્રજાની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે. આવા તમામ કહેવાતા તબીબોના હાટડા બંધ થઇ જાય તેવી નક્કર કાર્યવાહી તંત્રએ કરવી જાેઇએ. આ કિસ્સામાં કોઇની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. ચાંચ ગામેથી આરોગ્ય તંત્રએ ઓમ કલીનીકમાંથી એલોપેથીક દવાઓ, શિડ્યુલ એચની દવાઓ, સ્ટેથોસ્કોપ, બીપી મશીન, ઇન્જેકશન વિગેરેનો જથ્થો કબજે લીધો હતો. દરમિયાન રાજુલા તાલુકા હેલ્થ ઓફિસરે ગ્રામ્ય વિસ્તારમાં ડીગ્રી વગર કલીનીક ખોલી નાખી સારવાર કરતા બોગસ તબીબો વિશે તંત્રને જાણ કરવા અનુરોધ કર્યો હતો. અને આ બારામાં જવાબદારો સામે પગલા લેવાશે તેવી ખાતરી આપી હતી.

File-02-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *