વાપી
બે વર્ષ પહેલા પારડીની એક નામાંકિત સ્કૂલના શિક્ષક પર પરિવારની સૌથી નજીકની સગીરાએ દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટમાં બે વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ દુષ્કર્મનો આરોપીને વાપી કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. જાેકે, બે વર્ષ સુધી શારીરિક અને માનસિક યાતના ભોગવ્યા બાદ નિર્દોષ સાબિત થઈને નીકળેલા ઇસમ એકદમ ભાંગી પડ્યો હતો, અને કોર્ટ પરિસરમાં જ સુઇ જઇ મીડિયાને બોલાવવા પોલીસ સમક્ષ જીદ કરી હતી. પોલીસે મીડિયાને બોલાવતા દુષ્કર્મના નિર્દોષ છૂટેલા શિક્ષક બલરામ વિશ્વંભર ઝા એ મીડિયા સમક્ષ છેલ્લા બે વર્ષ સુધી દુષ્કર્મના જુઠા આરોપથી ભોગવેલા ત્રાસ અને સંતાપની હૈયાવરાળ ઢાલવી હતી.ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને પોલીસની ઉલટ તપાસ વિના કોઇ નિર્દોષને આરોપી બનાવી દેતા સમગ્ર પરિવાર અને આરોપીનું જીવન બરબાદ કરી નાખતી અને હૃદયને જકજાેરી દેતી આ ઘટના બે વર્ષ પૂર્વે બની હતી. બે વર્ષ પહેલા એટલે કે ૮ જુલાઈ ૨૦૨૦ના રોજ પારડીની એક નામાંકિત સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બલરામ ઝા પર તેમના જ નજીકના પરિવારની ૧૪ વર્ષની સગીરાએ શારીરિક છેડછાડ બાદ ત્રણેક વાર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવીને ૧૦૯૮ પર કોલ કરી મદદ માંગી હતી. કથિત પીડિતાનો પરિવાર સૂઈ ગયા બાદ આરોપી હવસ સંતોષતો હોવાનો ખોટો આક્ષેપ લગાવતા ૧૦૯૮ની ટીમે બલરામના ઘરે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પીડિતાનો કબ્જાે લઈ લીધો હતો. જાેકે તે સમયે બલરામે ખોટા આક્ષેપ કરી રહી હોવાનું બધાને સમજાવતો રહ્યો. પરંતુ કોઈ તેની વાત માનવા તૈયાર નહોતું. બલરામ પાસે પોતાને નિર્દોષ સાબિત કરવાનો એકપણ આધાર પુરાવો ન હોય અને મામલો દુષ્કર્મનો હોય તેમજ ૧૦૯૮ની ટીમ વચ્ચે પડી હોય એટલે પોલીસ પણ તુરંત કાર્યવાહી કરી હતી. બલરામના ઘરે પહોંચીને પુત્રી, પત્ની અને પુત્ર સાથે ભોજન કરતા બલરામને ઉઠાડીને ત્યાં જ મારવાનું શરુ કરી દીધું હતું, અને તેના પર દુષ્કર્મનો કેસ રજીસ્ટર કરીને જેલમાં ધકેલી દીધો હતો. દુષ્કર્મનો આક્ષેપ લગાવનાર સગીરાએ ધરાસણા બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપી હતી.આરોપી બલરામને જેલમાં મોકલી આપ્યો હતો ત્યારબાદ સમગ્ર પરિવાર વિખેરાઇ ગયું હતું. આરોપીને છોડાવવા માટે બહેને વલસાડ સેસન્સ કોર્ટમાં અરજી કરી તો કોર્ટે અરજી ફગાવી દીધી હતી. પારડી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીને કેસની સુનાવણી શરૂ થઇ હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને આખરે દુષ્કર્મના આરોપી બલરામ ઝાને નિર્દોષ જાહેર કરાયો હતો. આ સાથે બલરામ એક માત્ર ઘરમાં કમાનાર વ્યક્તિ હોય તેને જેલ થયા બાદ ઘરની આર્થિક હાલત કફોડી બનતા બલરામના પરિવારે પારડી છોડીને ઉત્તરપ્રદેશના બનારસ પોતાના વતન ચાલ્યું જવું પડ્યું હતું, કોર્ટ પરિસરમાં જ નિર્દોષ બલરામ ઝા સુઇ ગયા હતા અને પોતાના બે વર્ષની યાતના મીડિયા સમક્ષ રજૂ કરી હતી. બલરામની બહેને જામીન પર છોડાવવા માટે વલસાડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. બલરામના જણાવ્યા અનુસાર જામીન અરજી ફગાવવાના સમાચાર ન્યુઝ પેપરમાં પ્રસિદ્ધ થતા જેલના કેદીઓ અખબારમાં એ સમાચાર અન્ય કેદીઓને બતાવીને તેની મજાક ઉડાવતા હતા. જેલના કેદીઓ દ્વારા તેના જે કેસની ચાર્જશીટમાં ક્યાંય પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ નહોતો તે કેસમાં બે વર્ષ સુધી લગાતાર પુત્રી પર દુષ્કર્મ કરતો હોવાની અફવાઓ ઉડાવવામાં આવતી હતી. એક આરોપે આખા પરિવારને વેરવીખેર કરી નાંખ્યો છે. બલરામની ધરપકડ બાદ તેની પત્ની પુત્ર અને મોટી પુત્રી ચાર મહિના સુધી ધરાસણાના ધક્કા ખાતા રહ્યા, છતાં તેમને તેની પુત્રીનો કબ્જાે સોંપવામાં ન આવ્યો. આ સાથે બલરામ એક માત્ર ઘરમાં કમાનાર વ્યક્તિ હોય તેને જેલ થયા બાદ ઘરની આર્થિક હાલત કફોડી બનતા બલરામના પરિવારે પારડી છોડીને બનારસ પોતાના વતન ચાલ્યું જવું પડ્યું હતું, વધુમાં બલરામે જણાવ્યું કે જાે ચાઈલ્ડ વેલ્ફેરની ચેરમેન સોનલ સોલંકી અને મંજુબેને આખા ગામમાં ફોન કરી કરીને જણાવ્યું હોય કે બલરામનો કેસ કોર્ટમાં સાબિત થઇ ગયો છે, તો પછી તેણે કોર્ટમાં કેમ પુરાવા ન આપ્યા, અને શા કારણે બે વર્ષ સુધી તેણે નિર્દોષ હોવા છતાં જેલની પીડા સહન કરવી પડી. એ બધું તો ઠીક સામ પક્ષ દ્વારા બલરામની પુત્રી કે જેને ફરિયાદી બનાવવામાં આવી હતી તેને આજ સુધી કોર્ટમાં બલરામની સામે હાજર કેમ કરવામાં આવી ન હતી. જ્યાં સુધી કોર્ટમાં કેસ ચાલ્યો ત્યાં સુધી કોર્ટમાં તેના વિરુદ્ધ એક પણ આરોપ સાબિત કેમ ન નથી થયો, કારણ કે ચાઈલ્ડ વેલ્ફેર પાસે બલરામ વિરૃદ્ધ દુષ્કર્મ સાબિત કરી શકે તેવું એક પણ સાક્ષ્ય કે સાબિતી કે પુરાવો હતો જ નહિ, આજે બે વર્ષ બાદ કોર્ટે બલરામને નિર્દોષ છોડ્યો છે.
