Gujarat

અમરેલીને આંગણે રૂડો અવસર..અમરેલી શહેરમા કોર મોબાઇલ શો રૂમનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ. અમરવેલીના આંગણે આ પ્રસંગનો લ્હાવો લેવા લોકોના હૈયા થનગનાટ કરતાં જોવા મળે છે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
છે અવસર રૂડો અને હોય જો આપની હાજરી, એ અભિલાષાએ નિમંત્રિત અર્પણ પુષ્પ ગુચ્છ કેરી પાંખડી, છે છલોછલ સ્નેહ થકી અમ હૈયા કેરી હાટડી.
  – -“પાંધી સર”
અમરેલી શહેરમાં બરોબર શહેરના હાર્દ સમા વિસ્તાર રાજકમલ ચોકમાં આવેલા સિટી મોલમાં અમરેલી શહેરના કોર મોબાઇલ શો રૂમનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ ૨૭ સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે આ ઉદ્ઘાટન સમારંભમાં સૌના માનીતા ચાહિતા, લોકલાડીલા સેવાના ભેખધારી ખજૂરભાઈ (નીતિનભાઈ જાની) સવારે દસ વાગ્યે અમરેલીના લોકો વચ્ચે પધારશે. તો વળી આ જ ઉદ્ઘાટનની એક રસમના ભાગરૂપે સાંજે સાત થી નવ વાગ્યા સુધી અમરેલીના લોકપ્રિય સિંગર સિકંદરખાન પઠાણ અને હંસાબેન ગજ્જર (અમદાવાદ) તેના કંઠના કામણથી લોકપ્રિય ગીતોનો રસથાળ પીરસશે. આમ પણ અમરેલીની જનતા કલા, સાહિત્ય, સંગીત જેવી અણમોલ કલાને માણનાર અને સમજનાર છે. રમેશ પારેખ હોય કે ચંદારાણા અને હા, ડો. કાનાબાર જેવા સાહિત્ય રસિકોની પણ એક આખી ટુકડી છે. ડો.કાલિંદી પરીખ, અને સાવરકુંડલાના ભરત વિંઝુડા જેવા ઉચ્ચ શ્રેણીના સાહિત્યપ્રેમીઓની નોંધ તો સમગ્ર જગત લે છે અને છેલ્લે લાસ્ટ શોના છેલ્લો શોના ફિલ્મ મેકર પાન નલીન પણ આમ ગણો તો અમરેલી જિલ્લાની દેન છે. આમ સંગીત સાથે શોરૂમના ઉદ્ઘાટનની એક અનોખી ભાત પાડનાર અમરેલી જિલ્લાના કોર મોબાઇલ શોરૂમના ઓનર મલ્કેશ અશોકભાઈ મજીઠીયા, તનવીર અમીનભાઈ હાલા, પ્રિયંક બિપીનભાઈ પાંધી આ ઉદ્ઘાટન સમારંભને અમરેલી જિલ્લાનો યાદગાર પ્રસંગ બની રહે તે માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. આ ઉદ્ઘાટન પ્રસંગે માત્ર અમરેલી જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાંથી અનેક નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહી આ પ્રસંગને શોભાવશે.

IMG-20220924-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *