અમરેલી
રાજય સરકાર સામે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ વિભાગના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓ કેટલાય દિવસોથી કામ પર અળગા રહી વિરોધ પ્રદશન કરી રહ્યા છે. આઉટસોર્સના કર્મચારીઓ પણ પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ત્યારે અમરેલીમાં આઉટસોર્સના કર્મચારીઓએ બેઠક કરી હતી અને આંદોલનને મજબૂત બનાવવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. કર્મચારીઓએ વિવિધ માંગ સાથે રણનીતિ નક્કી કરી હતી. રાજયભરના આઉટસોર્સ પર રહેલા કર્મચારીઓ પોતાની માગ સાથે આંદોલન ચાલાવી રહ્યા છે. રાજ્યભકના આઉટસોર્સના કર્મીઓ કામથી અળગા રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાંથી એકત્ર થઈ કર્મચારીઓએ એક બેઠક કરી હતી. જેમાં આગામી દિવસોમાં સરકાર સામે આંદોલન મજબૂત કરવા કેટલીક મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. કર્મચારીઓની વિવિધ પડતર માગ સંતોષવામાં ન આવતા રોષ પણ જાેવા મળી રહ્યો છે.


