Gujarat

પાટણમાં મધ્યાન ભોજન યોજનાનાં કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને સરકાર પ્રત્યે રોષ

પાટણ
ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળના ૯૬ હજાર કર્મચારીઓની પડતર માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં નહીં આવતાં કર્મચારીઓમાં સરકાર પ્રત્યે રોષ ઉઠવા પામ્યો છે. ત્યારે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણાં યોજી, સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી, મુખ્યમંત્રીને ઉદ્દેશી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પાટણ વિધાનસભાનાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે કર્મચારીઓની સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લઈ કર્મચારીઓની વેદના સાંભળી પોતાનું સમર્થન કર્મચારીઓને આપ્યું હતું. હાલમાં ગુજરાતમાં કર્મચારીઓને માસીક વેતન જે ચુકવવામાં આવે છે તે, અન્ય રાજ્યોની તુલનામાં ખુબ ઓછું છે. જેથી માસીક વેતનમાં વધારો કરવો, રાજય સરકાર દ્વારા હાલ બાળકોને પીરસવામાં આવતા ભોજનનાં બે ભાગ કરી નાસ્તો જે આપવાનું સુચવાયેલું છે પણ એના માટે કોઈપણ પ્રકારનો નાણાકીય બોજ પાડેલો નથી. તો આ માટે અલગથી જથ્થો અને પેશગી આપવી. જાે આ માંગ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો આપવાની સાથે ચુંટણીનો બહિષ્કાર કરી મધ્યાહન ભોજન યોજના બંધ રાખવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *