Gujarat

અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ઓનલાઈન સભ્ય નોંધણી શરૂ કરી

અમરેલી
ગુજરાત રાજ્યમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ગમે ત્યારે ચૂંટણી આવી શકે છે તેવા માહોલ વચ્ચે રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. સૌરાષ્ટ્રનું અમરેલી રાજકીય રીતે એપી સેન્ટર મનાય છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પાર્ટી અત્યારથી એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. કેમ કે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પંજાે છવાયો હતો અને કમળ કચડાયું હતું. જેના કારણે હાલ રાજકીય પક્ષના કાર્યક્રમો અને સંગઠન મજબૂત કરવા માટે બેઠકો ચાલી રહી છે, ભાજપ દ્વારા તાલુકા મથક પર મંડળ બેઠકો પૂર્ણ કરી દેવામાં આવી છે. અમારા શહેર અને તાલુકાના એક પણ બુથ સભ્ય નોંધણી વગર ન રહે તેની સમીક્ષા કરી છે. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈ મજબૂત કરવા માટે કોંગ્રેસ પક્ષમાં લોકો જાેડાય અને જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે આ ડિજિટલ માધ્યમથી સભ્ય નોંધણીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો જાેડાશે.પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ અમરેલી શહેરમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન ફરી મજબૂત બને તે માટે કવાયત શરૂ કરી છે. શહેરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓનલાઈન સભ્ય નોંધણી શરૂ કરાઇ છે, જેમાં પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ પક્ષના અલગ અલગ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઓનલાઈન સભ્ય નોંધણી વધુને વધુ કેવી રીતે કરી શકાય તેને લઈ પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Initiation-of-congressional-efforts-to-strengthen-the-organization.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *