અમરેલી
અમરેલીના લાઠી ચિતલ હાઇવે પર આઇસર પાછળ ઇકો કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી. મધરાતે સર્જાયેલી આ દુર્ઘટનામાં ઇકોમાં આગ લાગતા તે બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતોર્ અકસ્માત બાદ આ ઇકો કારમાં અચાનક આગ લાગી જતા ઇકો કારના ડ્રાયવરનું અકસ્માતમાં મોત થયુ હતું અને અન્ય ૧ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાને કારણે તેમને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનામાં આગ લાગતા અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો લગાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.અમરેલીના લાઠી ચિતલ હાઇવે પર મધરાતે અકસ્માતની ઘટના સામે આવી છે. આઇસર ટ્રકે પાછળ આવતી ઇકો ટ્રકમાં ઘૂસી ગઇ હતી. જેમાં ગાડીમાં આગ લાગી જતા ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત થયું હતું.


