શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બદ્દી દુર કરવા દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એ.મોરી, ઇન્ચા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અન્વયે આજરોજ અમરેલી રૂરલ પોલીસના સર્વેલન્સ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોણપુર ગામે, ચિતલ પ્લોટ વિસ્તારમા રહેતા પ્રડાશભાઈ રાણાભાઇ ડેરના રહેણાક મકાને રેઇડ કરતા અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૧ કિ.રૂ.૪૩,૧૩૫/- તથા ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૯૨ કિ.રૂ.૨૪,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂા.૬૭,૧૩૫/- નો મુદ્દામાલ પકડી પાડી તથા ઘરે હાજર નહિ મળી આવેલ આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે.
સદર કામગીરી અમરેલી રૂરલ પો.સ્ટે.ના અના.એ.એસ.આઇ. હરેશસિંહ દાનસિંહ પરમાર તથા અના.એ.એસ.આઇ. જયદેવભાઇ રમેશભાઇ હેરમા તથા અના.પો.કો. વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા તથા આ.હેડ કોન્સ. હરેશભાઇ સિદ્દીભાઇ વાણીયા તથા આ.પો.કો. જયદિપસિંહ મૈસુરસિંહ ઝાલા તથા આ.પો.કો. અતુલભાઇ કાળુભાઇ માટીયા દ્વારા કરવામા આવેલ છે.
*આરોપીની વિગત*
પ્રકાશભાઈ રાણાભાઈ ડેર રહે,મોણપુર ચિતલ પ્લોટ વિસ્તાર તા.જી.અમરેલી
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

