Gujarat

અમરેલી રૂરલ પો.સ્ટે.પશુ પ્રત્યે ધાતીયાપણુ કરતા 2 ઈસમોને સાથે ભેસ જીવ નંગ 6,ભેસ વંશ પાડરૂ જીવ નંગ 5 તથા ધોડો જીવ નંગ 1 કી.રૂ.5,95,00ના મુદ્દામાલ સાથે રાધેશ્યામ બાયપાસ ચોકડી પાસેથી પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓ પ્રત્યે ઘાતકીયપણુ અટકાવવા અને આવી પ્રવૃતી કરતા નિર્દય ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એ.મોરી ઇન્ચા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત ધારી તરફથી અમરેલી, તરફ એક આઇસર ટ્રકમાં ભેંસોને ક્રુરતાપુર્વક ભરીને લઇને જાય છે તેવી વર્ધી મળતા,વર્ધી આધારે રાધેશ્યામ ચોકડીએ જઇ તાત્કાલીક કાર્યવાહી કરતા એક આઇસર ટ્રકમાં પાછળના ભાગે ભેંસ જીવ નંગ-૦૬ (છ) તથા ભેસ વંશ પાડરૂ (બચ્ચા) જીવ નંગ-૦૫(પાંચ) તથા ધોડો જીવ નંગ-૦૧(એક) કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, ખીચો-ખીચ રીતે બાંધી (ગોંધી) રાખી, ક્રુરતાપુર્વક આઇસર ટ્રકમા ભરી, હેરફેર કરવા કે વેચાણ કરવા બાબતના કોઇપણ પ્રકારના આધાર કે પાસ પરમિટ વગર લઇ જતા મળી આવતા આઇસર ટ્રક જેના રજી નંબર GJ-04-AW-1123, ની કિ.રૂ.3,૦૦,૦૦૦/- તેમજ ટ્રકમા ભરેલ ભેંસ જીવ નંગ ૦૬ (છ) ની કિ.રૂ.૨,૪૦,૦૦૦/- તથા ભેસ વંશ પાડરૂ (બચ્ચા) જીવ નંગ-૦૫ (પાંચ) ની કિ.રૂ.૨૫,૦૦૦/- તથા ધોડો જીવ નંગ-૦૧(એક) ની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી આરોપી વિરુધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન પશુઓ પ્રત્યેનો ધાતીયપણુ અટકાવાનો અધિનિયમ મુજબનો ગુનો રજી કરી આરોપીઓને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
*ગુનામાં પકડાયેલ આરોપીની વિગત*
૧) ઉમેશભાઇ ઉર્ફે લાલો દાનાભાઇ રાઠોડ ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવીંગ રહે, ભાવનગર કુંભારવાડા,ખાતરવાડી તા.જી.ભાવનગર
૨) વિશાલભાઇ ઉર્ફે અજય ચંદુભાઇ ગોઢાણીયા ઉ.વ.૩૦ ધંધો.તબેલો રહે,ધારી પ્રેમપરા,બગસરા રોડ, તા.ધારી જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલ ટ્રક
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220729-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *