Gujarat

અમરેલી શહેર યુવા ભાજપ અને અમરેલી શહેર ભાજપ દ્વારા વિકાસ તીર્થ યાત્રા સંદર્ભે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન

અમરેલી
અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તથા શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢાના માર્ગદર્શનથી, ધારી ધારાસભ્ય જે. વી. કાકડિયાની ઉપસ્થિતિમાં અને જીલ્લા યુવા ભાજપ અધ્યક્ષ ચેતનભાઈ શિયાળની સુચના થી, તારીખ ૧૪ જુન ૨૦૨૨ના રોજ અમરેલી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ભારતીય જનતા પક્ષના શાશનને ૮ વર્ષ યશસ્વી રીતે પૂર્ણ થતા અમરેલી શહેર યુવા ભાજપ અને અમરેલી શહેર ભાજપ તથા સમગ્ર ભાજપ પરિવાર દ્વારા આપણા રાષ્ટ્રધ્વજના સન્માનમાં ‘વિકાસ તીર્થ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અમરેલીના બંધાવોએ અને ભાજપના કાર્યકર્તા બંધુઓએ ઉમળકાભેર ભાગ લીધો. આ રેલી કોલેજ સર્કલથી શરુ થઇ જ્યાં આપણા દેશના વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી અને યાત્રાનો આરંભ થયો, ત્યાર બાદ અમરેલી બસ સ્ટેશન પાસે બાબાસાહેબને પુષ્પ અર્પણ કરી યાત્રા રાજકમલ ચોકમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મેહતા અને શહીદ સ્મારક પર પુષ્પાંજલિ કરી અને નાગનાથ ચોકમાં નાગનાથ મહાદેવ, સંત મૂળદાસ અને ભોજાભગતને શીશ નમાવી આગળ વધી અને અંતે રાષ્ટ્રને એક કરનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર સર્કલે પુષ્પાંજલિ કરી યાત્રા પૂર્ણ થઇ.
આ તકે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા, જીલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ માંગરોલિયા, મહામંત્રી ભરતભાઈ મકવાણા, અમરેલી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, અમરેલી શહેર યુવા ભાજપ પ્રમુખ અર્જુનભાઈ દવે, અમરેલી શહેર યુવા ભાજપ મહામંત્રી જતીનભાઈ સાવલિયા, જીલ્લા યુવાભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ પરીખ, પૂર્વ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અને બાબરાના પ્રભારી ભગીરથભાઈ ત્રિવેદી,તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, અમરેલી નગરપાલિકા ટાઉનપ્લાનિંગ કમિટી ચેરમેન બ્રિજેશભાઈ કુરુન્દલે, અમરેલી નગરપાલિકા શિક્ષણસમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, કિશાન મોરચાના પ્રમુખ રાકેશભાઈ સાવલિયા, બક્ષીપંચ મોરચા મહામંત્રી નાથુભાઈ ધાધલ, અ. જા. મોરચા ઉપપ્રમુખ જીગ્નેશભાઈ દાફડા, અમરેલી શહેર ભાજપ ઉપપ્રમુખ નરેશભાઈ પરમાર, મંત્રી તુષારભાઈ વાણી તથા સંપૂર્ણ ટીમ અમરેલી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ દીપભાઈ વાછાણી, ઉપપ્રમુખ હિમતભાઇ ચૌહાણ, મંત્રી કેતનભાઈ મેહતા, મંત્રી કમલભાઈ વડેરા, ખજાનચી અજયભાઈ કાલેણા સાથે આખી શહેર યુવા ભાજપની ટીમ, જીલ્લા યુવા ભાજપની ટીમ, તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સંદીપભાઈ માંગરોળિયા, ચિરાગભાઈ ત્રિવેદી, દીપકભાઈ બાંભરોલીયા, દીલાભાઈ વાળા, સનીભાઈ ડાબસરા, મનીષભાઈ ધરીજીયા, અમરેલી શહેર યુવા ભાજપ પૂર્વ પ્રમુખ દીગન્તભાઈ ભટ્ટ, જીલ્લા યુવા ભાજપ સો. મીડિયા સેલના સ્મિતભાઈ લાખાણી, સંદિપભાઈ ત્રિવેદી તથા અશ્વમેઘ એજ્યુકેશનલ ટ્રસ્ટના રવીરજ્ભાઈ શેખવા સાથે અમરેલીના ઘણા યુવાનો પણ આ તકે આ યાત્રામાં જોડાયા હતા, તેવું આ યાત્રાના ઇન્ચાર્જ દીપભાઈ વાછાણી એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *