બનાસકાંઠા
એસ.ઓ.જીએ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દેશી બનાવટની બંદૂક સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી પોલીસ કોસ્ટેબલ હસમુખ દાનને મળેલી બાતમીના આધારે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાપરા ગામની સીમમાં રહેતા પુનાભાઈ ભગોરા પાસેથી દેશી બનાવટી બંદૂક ઝડપી પાડી હતી. બીજી તરફ અમીરગઢ પોલીસે ગંગાસાગર હોટેલ પ્રાઈમ પોઇન્ટ નજીક હાઇવે રોડ પર નાકાબંધી કરી વોચમાં હતા. આ દરમિયાન બાતમીના આધારે ગ્રે કલરની ગાડી આવતા તેની તપાસ કરતા વચ્ચેની શીટમાં તથા પાછળના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બોટલ નંગ ૭૨૨ જેની કિંમત ૧ લાખ ૨૨ હાજર ૩૦૦ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ તેમજ ગાડી મળી કુલ ૬ લાખ ૨૬ હાજર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મહમદ સાજીદ નાસીર મહમંદ વિરુદ્ધ પ્રોહિંબિશન મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠાની એસ.ઓ.જી પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પુનાભાઈ ભગોરા નામના શખ્સની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

