Gujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જામનગર હાશ ફાઉન્ડેશન દ્વારા ચકલી બચાવો અભિયાનની અનોખી પહેલ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
જામનગર હાશ ફાઉન્ડેશન દ્વારા તા૮.૩.૨૨. મંગળવારના રોજ મહિલા દિવસની શ્રેષ્ઠ ઉજવણીના ભાગરૂપે બાળાઓને ચકલી ઘર ના વિતરણનું આયોજન જામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળા નંબર ૬૦ માં  કરવામાં આવ્યું. ચકલી બચાવો અભિયાનમાં હાશ ફાઉન્ડેશનના શ્રી શિલ્પાબેન મશરૂ. રિમ્પલબેન સુતરીયા. રીટાબેન જોટંગીયા. અલ્કાબેન વિઠલાણી. માયાબેન સારડા. સોનિયાબેન પુજારા. દ્વારા આ સરાહનીય કામગીરી કરવા બદલ શહેરમા પણ તેનાં આ પક્ષી પ્રેમની ભારે પ્રશંસા થઈ રહી છે. આ તકે શાળાના બાળકોને જીવદયા અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા તે બદલ વિશેષ સમજ પણ આપવામાં આવી હતી. આજના બાળકો એ ભવિષ્યના દેશના જવાબદાર નાગરિક હોય શાળાકીય જીવનમાં જ આવાં જીવદયા અને પક્ષી પ્રેમ તથા પ્રકૃતિ પ્રેમ કેળવાય તો પર્યાવરણીય ક્ષેત્રે અસરકારક નોંધનીય પરિવર્તન પણ લાવી શક્ય.. આમ પણ આ કાળજળ ગરમીના દિવસોમાં ચકલી જેવું નિર્દોષ પક્ષીને રહેઠાણ માટે આ માળા એક રાહતનું કામગીરી પણ ગણી શકાય..આવી જ રીતે જામનગરની સરકારી પ્રાથમિક શાળા નંબર ૩૨ માં પણ આ નિમિત્તે ચકલીનાં ઘરનું વિતરણ શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ પુજારા શિક્ષણ સેલના કન્વીનર મિતેશભાઇ મહેતા હાશ ફાઉન્ડેશનનાં રેખાબેન વ્યાસ અને નિશાંતભાઈ પારેખ દ્વારા કરવામાં આવેલ. આ તકે શાળાના બાળકોને જીવદયા અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જની વિઘાતક અસરો વિશે પણ શાળાનાં આચાર્ય શ્રી એ વિશદ સમજ આપી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના આશ્રય સ્થાન એવા ચકલીનાં માળા બાળકોને મળતાં બાળકો પણ પોતાના ઘરે આ માળા ટીંગાડી ચકલીઓનાં રક્ષણ માટે ભાગીદાર બનશે તેની ખુશી સાથેનું સ્મિત પણ બાળકોના મુખ પર જોવા મળેલ હતું આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ હાશ ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી હતી

IMG-20220308-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *