અમદાવાદ
અમદાવાદના ખોખરા વિસ્તારનીઆઈઆઈટીના રિસર્ચ એન્ડ મેનેજમેન્ટમાં દિપાંકર દેવ નામ સિનિયર અધ્યાપકે ડિનની નિમણૂક ન કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટનો સહારો લીધો છે. તેમનો દાવો છે કે ડિનના પદ માટે કોલેજમાં તેઓ એકમાત્ર લાયકાત ધરાવતા અધ્યાપ છે. જાેકે પૂર્વગ્રહ રાખી યેનકેન પ્રકારે તેમને આ પદ પરથી દૂર રાખવા માટે કોલેજના ડીનની જગ્યાએ ૬ આસિસ્ટન્ટ ડિનની નિમણૂક કરી દેવામાં આવી છે. જેથી જે ન માત્ર આઈઆઈટીના રિસર્ચ એન્ડ મેનેજમેન્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પરંતુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણની વિરુદ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આઈઆઈટીના રિસર્ચ એન્ડ મેનેજમેન્ટએ ટેકનોલોજી અને રિસર્ચ ની સાથે સાથે મેનેજમેન્ટ ના અભ્યાસ માટે પ્રતિષ્ઠિત સંસ્થા માનવામાં આવે છે વર્ષ ૨૦૧૩માં તેની સ્થાપના થઇ હતી જેમાં હાલ અંદાજે ૫૦થી વધારે કેટલા પ્રોફેસર કાર્યરત છે. વર્ષ ૨૦૨૦માં જ ડિનની જગ્યા ખાલી પડી છે. આ બાબતે અરજદાર અધ્યાપક એ જણાવ્યું કે કોલેજમાં કાર્યરત અધ્યાપકો પૈકી કાયમી અધ્યાપક તરીકે એક માત્ર તેઓ છે. સંસ્થા એકેડેમિક કાઉન્સિલની રચના માટે ડિનની નિમણુંક થવી જરૂરી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત એવીઆઈઆઈટીના રિસર્ચ એન્ડ મેનેજમેન્ટએટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટમાં ડિનની નિમણૂકનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.આઈઆઈટીના રિસર્ચ એન્ડ મેનેજમેન્ટના એક સિનિયર અધ્યાપકે યુનિવર્સિટી એકટ વિરુદ્ધ જઈને ડિનની નિમણૂક પૂર્વગ્રહ રાખીને નહીં કરવામાં આવી હોવાના દાવા સાથેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. તે સાથે જ યુનિવર્સિટીના કાયદાથી વિરુદ્ધ જ આસિસ્ટન્ટ ડિનની નિમણૂક કરી દેવામાં આવી હોવાની દાદ માંગવામાં આવી છે. જેને લઇને હાઈકોર્ટે આઈઆઈટીના રિસર્ચ એન્ડ મેનેજમેન્ટના સત્તાધીશોને નોટિસ ફટકારી છે. આ કેસમાં ૧૭ મી ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.


