આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કમિશ્નર શ્રી યુવક સેવા અને સંસાકૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત અનુસૂચિત જન જાતિના 15 થઇ 35 વર્ષના યુવક યુવતીઓ માટે તારીખ 27 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી રાજ્ય કક્ષાની 10 દિવસીય પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ શિબિરને છોટાઉદેપુર વાઘસ્થળ ડુંગરની તળેટી માં છોટાઉદેપુર વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. ધવલ ગઢવીએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો,વન અને પર્યાવરણ માનવ જીવન નો એક અભિન્ન અને અમૂલ્ય હિસ્સો છે,ત્યારે આજની યુવા પેઢી વન અને પર્યાવરણ ,વન્ય પ્રાણીઓ અને વનસ્પતિ અને વૃક્ષો વિશેનું સવિશેષ જ્ઞાન મેળવે અને વન અને પર્યાવરણ ના સંવર્ધન અને સંરક્ષણ મા પોતે સહભાગી બને તેવા ઉદ્દેશ્યથી રાજ્યના અલગ અલગ વન વિસ્તારોમાં આવી શિબિરોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આયોજિત 15 થી 35 વર્ષની વયના યુવક યુવતીઓની રાજ્ય કક્ષાની આ શિબિરમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 100 જેટલા પ્રકૃતિપ્રેમી શિબિરાર્થીઓએ ભાગ લીધો છે, ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલ વિસ્તાર અને અભ્યારણો માં આ ટુકડી પરિભ્રમણ કરશે જેમની સાથે છોટાઉદેપુર વન વિભાગના કર્મીઓ પણ જોડાશે અને યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


