Gujarat

આજરોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ના પટાં ગણ માં સ્વાતંત્ર દિન ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં માં આવી

 ઉજવણી ની શરૂઆતમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી લાલાભાઇ અલગોતર દ્વારા ઘ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો .ઘ્વજારોહણ કાર્યક્રમ બાદ રાષ્ટ્ગીત  નું ગાન કરવામાં આવ્યું  .ત્યાર બાદ શાળાની ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થીની બહેનો દ્વારા દેશભક્તિ ગીત, તિરંગા ને લગતી સ્પીચ ,અને દેશભક્તિને ઉજાગર કરતું નૃત્ય રજુ કરવામાં આવ્યું. સાથોસાથ શાળાના એવા વિદ્યાર્થીઓ જેમને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ જેવી કે વાંચન સ્પર્ધા. કલા ઉત્સવ. વગેરેમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાળાના NCC કેડેટો દ્વારા ધાંગધ્રા મુકામે પૂર્ણ કરેલ ATC કેમ્પ અને તેમાં આપેલ એક્ઝામ દ્વારા મળેલ સર્ટિફિકેટ નું વિતરણ મહાનુભાવના હાથે કરવામાં આવ્યું .ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી લાલાભાઇ અલગોતર દ્વારા શાળાના બાળકોને પ્રેરણા આપતું પ્રેરણાદાઈ વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ  થાનગઢ શહેરના ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાનો સુરેશભાઈ ચાવડા અને યોગેશભાઈ નાંધા દ્વારા વિદ્યાર્થીઓને આર્મી ની અંદર કઈ રીતે ભરતી થઈ શકે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કાર્યક્રમના અંતે ગામના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં  નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાબેન ડોડીયા ,ઉપપ્રમુખ શ્રી લાલાભાઇ અલગોતર, ભાજપ શહેર પ્રમુખ જીતુભાઈ પૂજારા, કારોબારી ચેરમેન બહેનશ્રી. તારાબા રાણા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી. રંજનબેન સવાડીયા,નગરપાલિકાની  વિવિધ સમિતિના કારોબારી ચેરમેન શ્રીઓ, સભ્યશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ભૂતપૂર્વ સભ્યશ્રીઓ,શહેર ભાજપના વિવિધ હોદ્દેદાર શ્રીઓ, થાન નગરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્યશ્રીઓ, પત્રકાર ભાઈઓ, વાલીશ્રીઓ અને શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી પીએમ ઝાલા સાહેબ અને સમગ્ર શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

IMG-20220815-WA0299.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *