આજે વિશ્વ ટીબી દિન ની ઉજવણી નાં ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ખાતે એક કાર્યક્રમ યોજાયો, કાર્યક્રમ માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી દ્વારા ટીબી રોગ ને સમુદાય માં ફેલાતો અટકાવવા અને તે બાબતે ટીબી રોગ ના લક્ષણો તથા જરૂરી તપાસ અને સારવાર વિશે ની જાણકારી આપી હતી તેમજ ટીબી રોગ નાબૂદ કરવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવ્યા બાદ તેઓ નાં હસ્તે લીલી ઝંડી આપી રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું, રેલી માં નર્સિંગ કોલેજની વિધાર્થિની ઓ ઉપરાંત આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ જોડાયા હતા, રેલી છોટાઉદેપુર નગર નાં મુખ્ય માર્ગો પર ફરી હતી, રેલી માં ટીબી રોગ વિરોધી સૂત્રોચ્ચાર કરી, દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ૨૦૨૫ સુધી માં દેશમાંથી ટીબી રોગ નાબૂદી માટે કરવામા આવેલ આહવાન નો સંદેશ સમુદાય માં પહોંચે તેવા પ્રયાસો કરવા આવ્યા હતા.
રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે પરત ફરી હતી જ્યાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા દ્વારા વિશ્વ ટીબી દિન ની ઉજવણી અંતર્ગત જાણકારી અપાઈ હતી, તેમણે જણાવ્યું હતું કે ૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે રોબર્ટ કોક નામ નાં વૈજ્ઞાનિકે ટીબી રોગ ના સૂક્ષ્મ જીવાણુ ની શોધ કરી હતી ત્યારથી દર વર્ષે વિશ્વ ટીબી દિન ની ઉજવણી કરી સમુદાય માં ટીબી રોગ વિશે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને સમુદાય માં થી ટીબી રોગ ના દર્દીઓ વહેલી તકે શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગ માં કાર્યરત કર્મચારીઓ અધિકારીઓ ઉપરાંત ટીબી રોગ ના લક્ષણો,તપાસ અને સારવાર વિશે ની જાણકારી સમુદાય નાં દરેક વર્ગના લોકો ને હોવી જોઈએ અને ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાન માં ભાગીદારી જરૂરી છે તેમ જણાવ્યું હતું.
રેલી નું સફળ સંચાલન જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના અશ્વિનભાઈ રાઠવા એ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


