સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સાવરકુંડલા તાલુકાની લુવારા, ગોરડકા પરા, ગોરડકા તથા મેરીયાણા પ્રાથમિક શાળાઓમાં “ચાલો સંવાદ સેતુ રચીએ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં તાલુકા સંઘના મંત્રીશ્રી અલ્પેશસિંહ જાડેજા, બીઆરસી કો ઓર્ડીનેટર સાહેબશ્રી નરેન્દ્રભાઇ જોશી, કે.નિ.શ્રી ભાવેશભાઈ બોરીસાગર, સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી હિમતભાઈ જે. હડિયા, આઈ.ઇ.ડી.કો- ઓર્ડિનેટરશ્રી અલ્પેશભાઈ દવે,ગામના સરપંચશ્રીઓ, ગામના આગેવાનશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દેદીપ્યમાન બનાવેલ હતો. આ કાર્યક્રમમાં શાળાઓમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વાલીઓ સાથે સીધો સંવાદ કરી શાળાની શૈક્ષણિક સ્થિતિ તથા ભૌતિક સગવડતા બાબતે ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તથા ગામના તમામ બાળકોનું નામાંકન શાળામાં થાય તેવી ગ્રામજનોને અપીલ કરેલ.


