ગુજરાતના ગામડાની હક્કીકત લોકો અરજી અને રજુઆત કરી કરી ને થાકી જાય તોય ધ્યાન આપવાવાળું કોઈ નહિ
જેસર તાલુકાના શાંતિનગર ગામના બાળકો 2 વર્ષથી પ્રાથમિક શાળા બનવાની રાહ જોઈ રહિયા છે અને ગામના લોકો જુદી જુદી જગ્યાએ રજુઆત કરી રહ્યા છે તેમ છતાં આજ સુધી નિવારણ નહિ
*વધુમાં,*
શાંતિનગર પ્રાથમિક શાળા 2019માં જર્જરિત હાલતમાં હોવાથી સરપંચ અને આચાર્ય દારા બધા જ અધિકારી અને બીજા બધાની મજૂરી લહીને નવી પ્રાથમિક શાળા બનવવા માટે તોડી નાખેલ હતી અને ત્યાંથી આજ સુધી શાંતિનગર ગામના બાળકો વેલનાથ વાડીમાં અભ્યાસ કરે છે.
આના માટે શાંતિનગર ગામના અમિતભાઇ અને અન્ય ગ્રામજનો દારા છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ અરજી અને રજુઆત કરેલ છે અને તેમ છતાં આજદિન સુધી આનું નિવારણ આવેલ નથી માટે આગેવાન મહેશભાઈ ને જાણ કરતા આજ રોજ આના નિવારણ માટે જેસર તાલુકામાં અરજી કરવામાં આવી
ટૂંક સમયમાં આનું નિવારણ નહિ આવેતો સમસ્ત ગ્રામજનો દારા ગાંધી સિંધ્યા માર્ગ પર આંદોલન કરવામાં આવશે.
*મહેશ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા 101-ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, પ્રાંત અધિકારી મહુવા, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ભાવનગર, કલેકટર ભાવનગર, જીતુભાઇ વાઘાણી શિક્ષણ મંત્રી ગાંધીનગર અને સાથે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આના નિવારણ માટે લેખિત અને mail દારા અરજી કરવામાં આવી.*


