Gujarat

આણંદમાં ૧૮૧ અભયમની ટીમે એક સંસાર બગડતો બચાવ્યો

આણંદ
ફરી એકવાર અભયમની ટીમે મહિલાની મદદે આવી પહોંચી. આણંદની એક મહિલા પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધને લઇને શારિરીક-માનસિક રીતે ત્રસ્ત થઇને આત્મહત્યાના કરવા જઇ રહી હતી. જે અંગે આણંદ અભયમની ટીમને ફરિયાદ મળતા ૧૮૧ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનું અને તેના પતિનું કાઉન્સેલીંગ કરી મામલો થાળે પાડ્યો હતો. મહિલાને સંતાનમાં બે પુત્રો તથા એક પુત્રી હોઇ માતા ગુમ થતા તેઓ શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન ૧૮૧ની ટીમને કોલ મળ્યો હતો. જેમાં એક પરિણીતા જીવન ટુંકાવવા જઇ રહી હોવાની વિગતો મળતા જ કાઉન્સીલરો સહિતની ટીમ સ્થળ પર પહોંચી જઇને મહિલાને વિશ્વાસમાં લઇને પુછપરછ કરતાં તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોઇ પતિ દ્વારા વારંવાર મારકુટ કરવાની વાત બહાર આવી હતી. જેથી ત્રાસ સહન ન થતા આખરે આત્મહત્યાનો ર્નિણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામાલો જાણ્યા બાદ ૧૮૧ની ટીમે લાંબા સમય સુધી મહિલાની સમજાવટ કર્યા બાદ તેના ઘરે પહોંચતા બે પુત્રો તથા એક પુત્રી માતાને શોધવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જાેકે, કાઉન્સીલરોએ પરિણીતાના પતિને સમજાવી લગ્ન જીવન ન બગાડવાની સમજાવટ કરી હતી. ત્યારે પતિએ પણ બાંહેધરી આરી હતી. આમ ૧૮૧ અભયમની ટીમે એક સંસાર બગડતો બચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *