Gujarat

આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાંટ નાં વિદ્યાર્થીઓ ને વડીલ વિશામો ટ્રસ્ટ દ્વારા નોટ બુક નું વિતરણ કરવામાં આવ્યું

 આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટના વિદ્યાર્થીઓને તથા ડુંગરવાટની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વડીલ વિસામો ટ્રસ્ટ વડોદરા દ્વારા નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું અને સાથે વિદ્યાર્થીનીઓને નોટબુક ની સાથે સેનેટરી પેડ નું ની કીટ નું વિતરણ આવ્યું હતું આ સંસ્થા છેલ્લા 22 વર્ષથી સેવાના કાર્યો કરી રહી છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આગળ ભણાવવા માટે ફી પોતે ભરીને પણ મદદ કરે છે દર વર્ષે બે ગરીબ કન્યાઓને પરણાવે છે આવા ઘણા બધા સારા કાર્યો આ સંસ્થા કરી રહી છે વાત તો એ છે કે આ સંસ્થાના સદસ્યો ૬૦ વર્ષથી ૯૦ વર્ષ વચ્ચેના છે જેવો ઉચ્ચ કક્ષાના પૂર્વ અધિકારીઓ છે જે   આર્થિક રીતે પછાત હોય તેવા બાળકો તથા અમુક પરિવારો  સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેના માટે અથાગ પ્રયાસો આ સંસ્થા કરી રહી છે સંસ્થાના તમામ સદસ્યોએ વિદ્યાર્થીઓને જીવન મા આગળ વધીને શું કરવું જિંદગી કેવી રીતે જીવી તેના પર પોતાના વિચારો કાર્યક્રમમાં રજૂ કર્યા હતા. વડીલ વિસામો ટ્રસ્ટ વડોદરા ના તમામ સભ્યોનું શ્રી આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટના આચાર્ય  તથા સમગ્ર શાળા પરિવાર તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વડીલ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ શાહ ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડોક્ટર બીનાબેન રાઠવા, વર્ષાબેન રોહિત, કમલેશભાઈ કામદાર, કુમુદબેન જાની તેમજ વડીલ વિસામો ટ્રસ્ટના તમામ સદસ્યો તથા શ્રી આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટના આચાર્ય તથા શાળા પરિવાર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220705-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *