Gujarat

આમોદ્રા નાં કર્મઠ આંગણવાડી વર્કર સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ છુટા થતાં વિદાય માન અપાયું.

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
ઉના તાલુકાના આમોદ્રા ગામે આંગણવાડી વર્કર તરીકે ૨૪ વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી સ્વૈચ્છિક નિવૃત થઈ રહેલા પુષ્પા બેન જે ઠાકર નો ચાર્જ આઈ.સી.ડી.એસ.ઊના નાં મુખ્ય સેવિકા રતનબેન ડોડીયા ની ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્ર આમોદ્રા ૩ નાં વર્કર કમળા બેન બી સોલંકી ને વિધિવત  સોપવામાં આવેલ.
આ પ્રસંગે આમોદ્રા આંગણવાડી કેન્દ્ર નાં અન્ય કર્મચારીઓ ક્રિષ્ના બેન ઉપાધ્યાય, નીલમબેન ગોસ્વામી,રતનબેન સોલંકી,સોનલબેન વાળા વગેરે એ નિવૃત થઈ રહેલ પુષ્પા બેન ઠાકરની દીર્ઘ કાલીન સેવાઓ ને બિરદાવી ,એમનું શેષ નિવૃત જીવન નિરોગી ,આનંદ દાઈ નીવડે એવી ગદગદ હૈયે શુભેચ્છાઓ પાઠવેલ.

IMG-20220401-WA0470.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *