Gujarat

ઇડરમાં આઇસ્ક્રીમના બોલેરો પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂ ઝડપાયો

સાબરકાંઠા
ઇડરના વિજયનગર ત્રણ રસ્તા નજીક ખેડબ્રહ્મા તરફથી આઇસ્ક્રીમની હેરાફેરી કરતા બોલેરો પીકઅપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો લઇને એક શખ્સ આવી રહ્યો હતો. જેની બાતમીના આધારે જિલ્લા લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમે વોંચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કુલ રૂપિયા ૫,૭૭,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. જે અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે જિલ્લા લોકલક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહિબિશન વોંચમાં હતા. તે દરમિયાન આ.પ.કો. વિજયકુમાર તથા ગોપાલભાઇને સંયુકત રીતે બાતમી મળી હતી કે, એક સફેદ કલરના આઇસ્ક્રીમના બોલેરો પીકઅપ ડાલામાં રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઇને એક શખ્સ વિજયનગર, ખેડબ્રહ્મા થઇ ઇડર તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે રાણી તળાવ પાસે નાકાબંધી કરી બોલેરો પીકઅપ ડાલાને અટકાવી ચાલક ગોપાલસિંહ હમેરસિંહ ખુમાનસિંહની પુછપરછ કરતા બોલેરો પીકઅપ ડાલામાં પાછળના ભાગે બીયરની પેટીઓ નંગ ૫૭ તથા ઇંગ્લીશ દારૂ કિંમત રૂપિયા ૧,૭૨,૫૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો પીકઅપ ડાલા કિંમત રૂપિયા ૪ લાખ તથા મોબાઇલ મળી કુલ રૂપિયા ૫,૭૭,૫૬૦ના મુદ્દામાલ સાથે ગોપાલસિહ હમેરસિંહ ખુમાનસિંહ રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *