સાગર નિર્મળ
જુનાગઢ
૦૯-૦૨-૨૦૨૨
મહાનગરપાલિકાનાં ૨૩ જગ્યાઓ પર ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા થતીની કામગીરી અંગે મળી ચોકવનારી વિગત
જુનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો તો મળી ગયો પરંતુ વિકાસલક્ષી કામો થતા નથી તે વાસ્તવિકતા પાછળ છેલ્લા ઘણા લાંબા સમયથી જુનાગઢ મહાનગર પાલિકાનો વહીવટ ઇન્ચાર્જ કર્મચારીઓનાં ભરોસે ચાલતો હોય અને જુનાગઢની મહાનગરપાલિકામાં રેગ્યુલર કર્મચારીની નિયુક્તિ થતી ન હોય ત્યારે તાત્કાલિક અસરથી જુનાગઢની મહાનગરપાલિકામાં રેગ્યુલર કર્મચારીની નિયુક્તિ કરવા માટે જુનાગઢની નવા જૂની ગ્રુપનાં સાગર નિર્મળ, પ્રશાંત ઉનડકટ્ટ અને જીગ્નેશ પંડયા દ્વારા જાહેરહિત જોતા એક પત્ર રાજ્યપાલને પાઠવ્યો છે.
પ્રવર્તમાન સ્થતિ જોતા અને મળેલ માહિતી મુજબ જુનાગઢ મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ તરીકે હાલ
૧. ડેપ્યુટી કમિશ્નર નાં હોદ્દા પર એમ.કે. નંદાણીયા,
૨. સીટી ઈજનેરનાં હોદ્દા પર દીપક બી. ગૌસ્વામી તરીકે,
૩. સીનીયર ટાઉન પ્લાનીગ ઓફિસરનાં હોદ્દા પર – દિનેશ જી. રાઠોડ,
૪. આસીસ્ટન્ટ કમિશ્નર (ટેક્સ)નાં હોદ્દા પર – જયેશ.પી.વાજા,
૫. વાહન વ્યવહાર અધિકારીનાં હોદ્દા પર – અલ્પેશભાઈ પી. ચાવડા,
૬. મહેકમ અધિકારીનાં હોદ્દા પર – દીપક વ્રંદાવનદાસ ડોલાસીયા,
૭. હાઉસ ટેક્સ સુપરીટેન્ટનાં હોદ્દા પર – વિરલ કે. જોશી,
૮. રેવન્યુ ટેક્સ સુપરવાયઝરનાં હોદ્દા પર – મેહુલ બી. ત્રિવેદી,
૯. ઓફીસ સુપરીટેન્ટનાં હોદ્દા પર – જીગ્નેશ આર. પરમાર,
૧૦.સેનિટેશન સુપરીટેન્ટનાં હોદ્દા પર – કલ્પેશ જી. ટોલિયા,
૧૧. ચિફ સર્વેયરનાં હોદ્દા પર – ભરતભાઈ એસ.. ડોડીયા,
૧૨. એસ્ટેટ ઓફિસરનાં હોદ્દા પર – યતિનભાઈ મશરૂ,
૧૩. લેબર ઓફિસરનાં હોદ્દા પર – વીનેશભાઈ આર. પાટળીયા ,
૧૪. ટીંબાવાડી ઝોનલ ઓફિસરનાં હોદ્દા પર – મેહુલ ત્રિવેદી,
૧૫. જોશીપરા ઝોનલ ઓફિસરનાં હોદ્દા પર – ભીમાભાઇ દિવરાણીયા,
૧૬. ફાયર ઓફિસરનાં હોદ્દા પર – ભરતભાઈ એસ. ડોડીયા,
૧૭. પર્યાવરણ ઈજનેરનાં હોદ્દા પર – રાજેશ ત્રિવેદી,
૧૮. વહીવટી અને હિસાબી અધિકારી (અર્બન હેલ્થ સોસાયટી)નાં હોદ્દા પર – જીતેન્દ્રસીહ ચોહાણ,
૧૯. સ્ટોર કીપરનાં હોદ્દા પર – ઇલાબહેન એમ. જોષી.
૨૦. વ્યવસાયવેરા અધિકારીનાં હોદ્દા પર – રાજેશ એચ. મહેતા
૨૧. લીગલ ઓફિસરનાં હોદ્દા પર – હિતેષ પી. કારીયા
૨૨. બગીચા સુપરવાઈઝરનાં હોદ્દા પર રાજેશ એલ. પરમાર
૨૩. દબાણ અધિકારીનાં હોદ્દા પર – ભરતભાઈ એસ.. ડોડીયા
જેવા વિવિધ હોદ્દાઓ પર ઇન્ચાર્જ દ્વારા કામગીરી કરવવામાં આવે છે અને લાયકાત મુજબના રેગ્યુલર કર્મચારીઓ અને અધિકારીઓની નિમણુક કરવામાં આવેલ ના હોવાથી જુનાગઢ મહાનગરપાલિકા વહીવટ લથડી પડ્યો છે અને વિકાસલક્ષી કામોના પરિણામો જોવા મળતા ન હોવાની વિગતો સામે આવતી હોવાનો અને સત્વેરે તમામ જગ્યાઓ પર રેગ્યુલર લાયકાત ધરાવતા કર્મચારીઓની નિયુક્તિ કરવા માટે જુનાગઢનાં જાગૃત નાગરિક અને જુનાગઢની નવા જૂની ગ્રુપ એડમીન એવા સાગર નિર્મળ, પ્રશાંતભાઈ ઉનડકટ્ટ અને જીગ્નેશ પંડ્યા દ્વારા જુનાગઢનાં વિકાસ માટે અત્યંત જરૂરી બાબત હોવાનું રાજ્યપાલને પાઠવેલ પત્રમાં ઉલેખ કરવામાં આવ્યો છે.
