ઊના – ઉના શહેર અને તાલુકામાં આપ પાર્ટીના ૫૦ થી વધુ હોદેદાર કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. અને કેશરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના કાર્યાલય પર આમ આદમી પાર્ટીના શહેર અને તાલુકાના હોદેદારોએ રાજુભાઈ મકવાણાની આગેવાનીમાં વિધિવત રીતે ભાજપની વિકાસલક્ષી વિચારધારાને સ્વિકારી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. જેમાં આપ પાર્ટીના ૫૦ થી વધુ અગ્રણીઓ તથા હોદેદારોને પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ ડાભી, શહેર ભાજપાના પ્રમુખ મિતેષભાઈ શાહ દ્વારા કેશરીયો ખેસ પહેરાવી ભાજપામાં આવકાર્યા હતા. આમ ઉના તાલુકામાં આપ પાર્ટીના સુપડા સાફ જેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે…..


