Gujarat

ઉનામાં જાહેરમાં દારૂની રેલમછેલ કરતા યુવકો જાેવા મળ્યા

ગીર સોમનાથ
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ દરરોજ રાજ્યમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાઇ રહ્યો છે. એ જાેતાં એવું લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ છે. ઉનાના કાલાપણ ગામમાં એક લગ્ન પ્રસંગમાં દારૂનો વરસાદ થતો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ થયેલા વીડિયોમાં જાેવા મળે છે કે કેટલાક નબીરાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય એમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મૂકીને ટોળે વળી ડાન્સ કરી રહ્યા છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એકબીજા પર અત્તરની જેમ છાંટી રહ્યા છે. આ જાેતાં સ્પષ્ટ લાગી રહ્યું છે. આ શખસોને કાયદાનો કોઇ ડર જ નથી. ઉના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે, જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખસની શકમંદ તરીકે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. વીડિયોમાં જાેવા મળતાં દૃશ્યોમાં દારૂ છે કે શું એ અંગે પણ તપાસ હાથ ધરી છે. જાે દારૂ હશે તો પોલીસ દ્વારા મહેફિલ અને પજેશનનો કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.ગીર સોમનાથના ઉનામાં દારૂબંધીના ધજાગરા ઊડ્યા છે. ગોવાની પાર્ટી જેવો ઉનાના એક ગામમાં નજારો જાેવા મળ્યો છે. ઉનાના કાલાપણ ગામના લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઇને ધમાલ કરતા જાેવા મળી રહ્યા છે.

On-the-occasion-of-the-wedding-the-youths-poured-liquor-in-public.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *