જૂનાગઢ
એશિયાટીક સિંહોના ગઢ એવા સાસણગીર અભ્યારણ જંગલ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ નાના મોટા વોકળા અને નદી-નાળાઓ સુકાવા લાગે છે. એવા સમયે ધોમધખતા તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે તરસ છીપાવવા માટે જંગલ વિસ્તા રમાં પાણી ગોતવું કઠીન બની જાય છે. જેથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સાસણગીર જંગલ વિસ્તાારમાં વન વિભાગ દ્વારા સિંહ સહિતના વન્ય પ્રાણીઓને કૃત્રિમ રીતે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ વન વિભાગ દ્વારા સાસણ ગીર અભ્યારણ જંગલમાં ૫૦૦ થી વધુ પાણીના પોઇન્ટ નક્કી કરાયા છે. તે પૈકીના ઘણા પોઇન્ટોામાં ટેન્કરો મારફતે પાણી ઠાલવવામાં આવે છે તો ઘણા પોઇન્ટોસમાં પવનચક્કી અને સોલાર વોટરપંપની વ્યઇવસ્થામ થકી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. જેમાં આશરે ૧૦૦ થી વધુ પવનચક્કી અને સોલાર વોટરપંપ દ્વારા નિર્ધારીત પાણીના પોઈન્ટો ઉપર કૃત્રિમ રીતે પાણી ભરવામાં આવે છે. જેમ જેમ ઉનાળાના દિવસો વિતતા જાય છે તેમ તાપ અને ગરમી કારણે પાણીના સ્ત્રોત સુકાવા લાગે છે અને પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. જેને ધ્યાને લઇ સાસણગીર અભ્યારણ જંગલની મધ્યમાં આવેલ કમલેશ્વર (હિરણ-૧) ડેમમાંથી વન્ય પ્રાણીઓને કુદરતી રીતે પીવાનું પાણી મળી રહે છે. કારણ કે ડેમનો મોટાભાગનો પાણીનો જથ્થોા વન્યીપ્રાણી માટે રીઝર્વ રાખવામાં આવે છે. આ વર્ષે ગીર જંગલના અન્ય વિસ્તારોમાં નદી-નાળા અને વોકળા સુકાવા લાગ્યા? હોવાથી હાલ પાણીના તળીયા દેખાવા લાગ્યાસ છે. જેને લઇ વન વિભાગ દ્વારા ૫૦૦ જેટલા પોઇન્ટો તૈયાર કરી દેવાયા છે. જે તમામ પોઇન્ટોછમાં દિવસભર પાણી ભરાયેલું રહે તે માટે વનકર્મીઓ દ્વારા તકેદારી સાથે દેખરેખ રાખી નિયમિત રીતે પાણા ભરવામાં પણ આવે છે. જેથી વન્ય પ્રાણીઓને પોતાની તરસ છીપાવવા પાણી પીવા માટે જંગલ વિસ્તામરમાં લાંબા અંતર સુધી ભટકવુ ન પડે. આ ઉપરાંત રાજ્યના નમુનેદાર એવા સાસણગીર ખાતેના એનીમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓને ઉનાળામાં ગરમી ન લાગે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે એનીમલ કેર સેન્ટરના પિંજરાઓ ઉપર નેટ બાંધવામાં આવે તેમજ સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જેનાથી પિંજરામાં રહેલા વન્યતપ્રાણીઓને ઠંડક મળી રહે છે. ગીરના અભ્યારણ જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષે માર્ચ મહિનાથી જ કૃત્રિમ પાણીના પોઇન્ટો ભરવાની શરૂઆત કરી દેવામાં આવતી હોવાથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પાણીની વિકટ સમસ્યાનો સમાનો કરવો પડતો નથી. ધોમધખતા તાપમાં વન્યકપ્રાણીઓ આ કૃત્રિમ પાણીના પોઇન્ટો પર પોતાની તરસ બુજાવે છે તો પક્ષીઓ સ્નાનનો પણ લ્હાવો લઇ ઠંડક મેળવે છે. તેમજ મધમાખી જેવા પ્રાણીઓ માટે પાણીના પોઇન્ટોીના કાંઠા પર ખાસ ગુણિયાના કંતાન પાથરીને રાખવામાં આવે છે. આ કંતાન આખો દિવસ ભીના રહેતા હોવાથી તેના પર મધમાખી સહિતના બેસી પોતાની તરસ છીપાવતા હોવાનું ડીસીએફ ડો. મોહન રામે જણાવ્યું છે. આમ, ઉનાળામાં પાણીની સ્ઠિયાતિ અને વન્યવપ્રાણીઓને જરૂરીયાતને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા ખાસ અલાયદી વ્ય,વસ્થાા આયોજનબધ્ધ રીતે કરવામાં આવે છે.


