ગિરગઢડા
ભરત ગંગદેવ…
મળતી માહિતી મુજબ
ઉના તાલુકાના એલમપુર ગામની સૌદરીયુ સીમ નામે ઓળખાતી ખેતીની જમીન જેના ખાતાનં, ૬૭૬ ના સર્વે નં. ૬૬૮ ની હૈ. ૦૧-૫૪-૮૯ વાળી ૯ વિધા જમીન ૫૨ા પુર્વજ વખતથી ગુ. ચીનાભાઈ ભગવાનભાઈ શીંગડ જાતે કોળી ના કબ્જે ભોગવટે આવેલ અને સદર જમીનમાં ગુ, ચિનાભાઈ ભગવાનભાઈ શીંગડે આશરે ૩૦ વર્ષ પહેલા બનાવેલ મકાનમાં ગુ, ચિનાભાઈ ભગવાનભાઈ શીંગડના વારસો (૧) બાલુભાઈ ચીનાભાઈ શીંગડ, (૨) શાનુબેન બાલુભાઈ શીગડ, (૩) છગનભાઈ ચીનાભાઈ શીંગડ, (૪) સોનાબેન છગનભાઈ શીંગડ, (૫) ભરતભાઈ ચીનાભાઈ શીંગડ, (૬) કરશનભાઈ ચીનાભાઈ શીંગડ તે તમામ તેના કુટુંબ પરીવાર સાથે સદર જમીનમાં બનાવેલ મકાનમાં રહેતા આવેલ છે. અને સદર જમીન તેના પરા પુર્વજોથી કબ્જે ભોગવટે આવેલ. તેમ છતા તમામ ઉપર ઉનાના આનંદ વાટીકા ચોક વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મી હાકેમસિંહ મંગળસિંહ સોલંકીએ સદર જમીનમાં બિનકાયદેસર કબ્જો જમાવતા હોવાની ગીરસોમનાથ જીલ્લા કલેકટરને રજુઆત કરતા લેન્ડ ઊીંગના કાયદા અન્વયે તા. ૨૧/૦૪/૨૦૨૨ના રોજ ઉના પોલીસ સ્ટે.ગુ.૨.નં. ૧૧૧૮૬ ૦૦૯૨૫૩૦/૨૦૨૨ થી ગુન્હો નોંધવામાં આવતા ઉના પોલીસે આરોપી (૧) છગનભાઈ ચીંનાભાઈ શીંગડ તથા આરોપી (ર) સોનલબેન ઉર્ફે સોનાબેન છગનભાઈ શીંગડ નાઓની ઉના પોલીસે તા. ૨૪/૦૪/૨૦૨૨ ના રોજ અટક કરેલ જે આરોપીની નામ, વેરાવળના ત્રીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આરોપીઓ તહૈં ઉનાના નામાંક્તિ વિ.વકીલ શ્રી એન.આર.કિડેચા, તથા જીતેન્દ્ર આર.કોટડીયા, તથા વી.એસ ડામોર રોકાયા હતા. અને તેના દ્વારા આરોપીઓની જામીન અરજી ૨જુ ક૨તા, જામીન અરજીના કામે વકીલશ્રી ધ્વારા સચોટ દલીલો કરવામાં આવેલ. અને વકીલશ્રીની દલીલો તથા રજુઆતોને ધ્યાને લઈ નામ. કોર્ટે સદર ગુન્હાના આરોપીઓને જામીન ઉપર મુકત કરતો હુકમ તા. ૦૫/૦૫/૨૦૨૨ ના રોજ કરેલ
