Gujarat

ઊંઝામાં નગરસેવિકા કામિની સોલંકી પર હુમલો કરાતા હોસ્પિટલમાં દાખલ

મહેસાણા
ઊંઝા નગરપાલિકામા વોર્ડનં-૮માં આવતા કાયદા કમિટી ચેરમેન કામિની સોલંકીને દૂધ કમિટી ચેરમેન પ્રિયંકા પટેલના પતિ જતીન પટેલે કામિની સોલંકીને પોતાના ઘરે જરૂરી કામકાજ હોવાથી બોલાવ્યા હતા. ઘરે જતાની સાથે જ દૂધ કમિટી ચેરમેન પ્રિયંકા બેનના પતિ અને તેમના પરિવારના ચાર લોકોએ કામિની સોલંકી પર હુમલો કર્યો હતો અને જાતિ વિષય અપશબ્દો બોલ્યા હતા. બાદમાં ઇજા પામેલી મહિલાએ ઊંઝા ખાતે રહેતા પોતાના પરિવારને જાણ કરતા મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. મારા કોર્પોરેટર સાથી પ્રિયંકા બેને જૂની અદાવતમાં ઘરે બોલાવી હતી. ૫.૩૪એ જતીને ઘરે બોલાવ્યા બાદમાં ઘર લોકો સાથે ભેગા મળી મને મારવા લાગ્યા હતા. ત્યારે પ્રિયંકાબેન હાજર નહોતા, પરંતુ કાવતરું રચનાર પ્રિયંકાબેન છે. મારા પર તેમના સાસુ-સસરા, જતીનભાઈ દિયર અને દેરાણીએ હુમલો કર્યો હતો. બાદમાં મેં મારા ભાઈ અને પરિવારને જાણ કરી બાદમાં મહેસાણા સિવિકમાં સારવાર માટે આવી છું. તેમજ હુમલો કરનાર લોકો વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.મહેસાણા જિલ્લાના ઊંઝા પાલિકાના રાજકારણમાં ગરમા ગરમી જાેવા મળી રહી છે. એક મહિલા સેવીકાને અન્ય એક સેવીકાના પતિ અને પરિવાર દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હાલમાં આ મામલે ઇજા પામલી મહિલા સેવીકાને સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવી છે. હુમલો કરનાર અન્ય મહિલા સેવીકાના પરિવારના ચાર લોકો વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવમાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *