ઊનાના કોબ ગામની સીમ વિસ્તારમાંથી થેલામાં દારૂ ભરી બાઇક પર લઇ જવાતો હોવાની બાતમી આધારે દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સુનેન યુસુબ શેખ રહે. કોબ, પ્રવિણ બાલુ સોલંકી રહે, બોડીદર તા.ગીરગઢડા તેમજ રણજીત પરબત સોસા રહે. કાજ તા.કોડીનાર ત્રણેય શખ્સો કોબ ગામની સીમ વિસ્તારમાં દારૂનો જથ્થો લઇ આવતા હોવાની બાતમી નવાબંદર મરીન પોલીસને મળતા સીમ વિસ્તારમાં આવેલ દરગાહ પાસે વોચ ગોઠવી બાઇક નં. જીજે ૧૧ એ જે ૩૭૩૦ તેમજ બીજી બાઇક નંબર પ્લેટ વગરની બન્ને બાઇક ચાલકોને રોકાવતા પોલીસને જોઇ નાશી જવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોને દારૂની ૨૬૪ બોટલ, ૩ મોબાઇલ તેમજ બે બાઇક સહીત કુલ કિ.રૂ. ૬૭,૬૦૦ ના મુદામાલ સાથે નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
